મુંબઇ,તા.૧૩
અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના બોલિવુડનું એ હસતુ ખેલતુ કપલ છે જેને ભલે તમે ફિલ્મોમાં સાથે ન જોઈ શકો પણ ઓફ સ્ક્રીન આ બંનેની જોડી એવી છે કે તમને લાગે કે હા બસ આ બંને મેડ ફોર ઇચ અધર છે. અક્ષય તેના સ્વભાવને કારણે તો ટ્વિંકલ ગમે તેને મોં પર ચોપડાવી દેવાના તેના આકરા સ્વભાવને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
સોશિયલ મીડિયા પર આ જોડી ખુબ જ ચર્ચામાં રહે છે. Âટ્‌વકલ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટીવ રહે છે અને કોઈને કોઈ પોસ્ટ શેર કરતી રહે છે. જેનાથી લોકોનું ભરપુર મનોરંજન થતપ રહે છે. આ વખતે ટ્વિંકલે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ડૂંગળીના એરિંગ્સ વાળી એક પોસ્ટ મુકી છે જે ખુબ જ મજેદાર છે. વાત જાણે એમ છે કે હાલ ડૂંગળીએ જે રીતે રડાવ્યા છે તે જોતા કોઈપણ પતિ માટે આનાથી વધારે સારી બીજી કઈ ગિફ્ટ હોઈ શકે. અક્ષય કુમાર તેની પત્ની માટે આ ખુબ જ મજેદાર ભેટ લઈને આવ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરમાં એક જાડી બુટી છે, જેની ખાસિયત એ છે કે આ બુટી સાથે ડૂંગળી એટેચ કરવામાં આવી છે. આ તસવીરને શેર કરતા ટ્‌વીંકલે કહયું કે કપિલ શર્માના શો પર ફિલ્મ ગુડ ન્યુઝના પ્રમોશન દરમિયાન આ ઈયરિંગ્સ કરીનાને આપવામાં આવ્યા હતા કરીનાને તે પસંદ ન આવતા અક્ષય તેને પોતાની સાથે લઈને ઘરે આવી ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here