નાગરિકતા સંશોધન બિલ પાસ થશે તો હું પોતાને મુસ્લિમ જાહેર કરી લઇશ : પૂર્વ IAS હર્ષ મંદર

0
806

ન્યુ દિલ્હી,તા.૧૦
ગુજરાતના દંગાઓ વિરૂદ્ધ આઈએએસની નોકરીમાંથી રાજીનામું આપીને માનવાધિકાર આંદોલનથી જોડાનાર હર્ષ મંદર એક વખત ફરીથી સમાચારમાં ચમક્યા છે. તેમને નાગરિકતા સંશોધન બિલ પર જે નિવેદન આપ્યું છે, તેનાથી લોકો ચોકી ગયા છે.
હર્ષ મંદરે ટ્વિટ કર્યો, કે ‘જો નાગરિકતા સંશોધન બિલ પસાર થશે, તો હું નાગરિક અવજ્ઞા આંદોલન શરૂ કરી દઇશ. હું પોતાને મુસ્લિમના રૂપમાં રજિસ્ટર્ડ કરાવી લઇશ. હું એનઆરસી પાસે મારો એકપણ ડોક્યુમેન્ટ જમા કરાવીશ નહીં. દસ્તાવેજ ના હોવા પર કોઈપણ મુસ્લિમને સજા આપવામાં આવી શકે છે, દા.ત ડીટેન્શન સેન્ટરમાં મોકલવા અથવા નાગરિકતા રદ્દ કરી દેવી, હું તેની માંગ કરીશ. આ નાગરિક અવજ્ઞા આંદોલનમાં તમે પણ સામેલ થઇ જાઓ. ‘
હર્ષ મંદરે આનાથી પહેલા ઈન્ટરવ્યુંમાં કહયું હતુ કે, એનઆરસી અને નાગરિકતા સંશોધન બિલથી લોકોને ‘દેશના ભાગલા સમયની મુશ્કેલીઓ થશે અને તેની યાદો તાજી થઇ જશે.’ તેમને કહયું કે, પહેલા એનઆરસી લઇ આવી અને હવે નાગરિકતા બિલ (કેબ)થી બીજેપી મુસ્લિમોને છોડીને બધાને બચાવી લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here