હું મૈં, સલમાન કી ચમચી, ક્યા કરલોગે..?!! : સોનાક્ષી સિંહા

0
420

મુંબઈ,તા.૭
સોનાક્ષી સિન્હાની ગણતરી બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાં કદાચ કરાતી નથી. વળી, અવારનવાર એ સોશિયલ મિડિયા પર ટ્રોલનો શિકાર પણ બનતી હોય છે. થોડા વખત પહેલાં ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં રામાયણ વિશેના એક સવાલના એણે આપેલા જવાબની પણ ટ્વિટર યૂઝર્સ દ્વારા ખૂબ ટીકા કરવામાં આવી હતી.
હાલમાં જ એક વાર્તાલાપ દરમિયાન એને પૂછવામાં આવ્યું હતું કે સોશિયલ મિડિયા પર તારી ટીકા કરતા સંદેશાઓ વાંચીને તને કેવું લાગે છે? ત્યારે એણે જવાબ આપ્યો હતો કે ‘હું એની પરવા કરતી નથી.’
એક ટ્વિટર યૂઝરે એમ લખ્યું હતું કે, ‘હું સોનાક્ષીને એટલી બધી ધિક્કારું છું કે મને ડર લાગે છે કે ક્યાંક હું મારી ટીવી તોડી નાખીશ.’ આમ છતાં સોનાક્ષીએ આવી ટીકાઓને ગંભીરતાથી લીધી નથી.
એક કમેન્ટમાં વળી એક જણે એવું લખ્યું છે કે, ‘સોનાક્ષી તો સલમાન ખાનની સૌથી મોટી ચમચી છે.’ આનો સોનાક્ષીએ વળતો જડબાતોડ જવાબ આપ્યો છે. એણે કહયું કે, ‘હા ખરું છે. એણે મને કારકિર્દીની પહેલી જ ફિલ્મમાં ચમકાવી હતી હું (ચમચી) છું, શું કરી લઈશ ? (હું મૈં, સલમાન કી ચમચી ક્યા કરલોગે ?)’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here