સરકારે માની લેવુ જોઈએ કે સમસ્યા ગંભીર છે : રઘુરામ રાજન

0
461

ન્યુ દિલ્હી,તા.૬
મંદી બાબતે ઘેરાયેલી મોદી સરકારને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ સલાહ આપી છે. તેમણે વધુ પડતા કેન્દ્રીયકરણ અને વડાપ્રધાન કાર્યાલયના નિયંત્રણની પણ ચેતવણી આપી હતી. રાજને રાજકારણથી પ્રેરિત થઈને કોઈ પણ પ્રકારની સમસ્યાની બ્રાંડિંગને ખોટી ગણાવી.
તેમણે કહયું હતું કે હવે એવો વિશ્વાસ કરવાની પરંપરા રોકાવી જોઈએ કે સમસ્યા હંગામી છે. વડાપ્રધાન કાર્યાલયમાં અધિકારના કેન્દ્રિયકરણ અંગે રાજને કહયું કે, આ દ્રષ્ટિનો અભાવ અને શક્તિશાળી પ્રધાનોની ગેરહાજરી દર્શાવે છે.
રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નરે સરકારને ઘેરી હતી. રાજને કહયું કે, એક અસંગઠીત સરકાર આઈટીએસને સશક્ત કરીને તપાસ અને રોકાણ એજન્સીઓને બુલડોઝ કરી રહી છે. તેમણે લાંબાગાળાના રોકાણ માટે બિઝનેસ પર ધ્યાન આપવાની સલાહ આપી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં જીડીપીના આંકડાઓ આવ્યા હતા. જીડીપીનું અનુમાન ૫.૮ ટકા હતું, પરંતુ જ્યારે આંકડાઓ આવ્યા તો આ ૪.૫ ટકા રહી. આ અંગે સરકાર વિરોધીઓના પણ નિશાના પર છે. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે સરકારને દિશાહિન ગણાવતા ટીકા કરી હતી. ચિદમ્બરમે કહયું હતું કે, જીડીપી વાસ્તવમાં ૧.૫ ટકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here