પત્રકારો પર બગડી જયા બચ્ચન : “ગુસ્સો તો એટલો આવે છે કે, ક્યાંક તમને ન મારી દઉં”

0
532

ન્યુ દિલ્હી,તા.૫
સમાજવાદી પાર્ટીથી રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને સંસદ પરિસરમાં દુષ્કર્મ મુદ્દે મીડિયા સાથે વાત કરી હતી. અહીં તેમણે મહિલાઓ સામે વધતા અત્યાચાર વિશે કહયું હતું કે, ગુસ્સો એટલો છે કે, “ક્યાંક હું તમને પકડીને મારી દઉં”. મીડિયા સાથેની આ વાતચીતમાં જયા બચ્ચને યુપીને પણ અનસેફ ગણાવતા કહયું હતું કે, હું તમને ત્યાંની વાત કરીશ તો તમે ચોંકી જશો.
સંસદ પરિસરમાં જયા બચ્ચને મીડિયા સાથે વાત કરતા કહયું હતું કે, હૈદરાબાદની ઘટના તો ખરાબ છે જ, પણ થાને ચિત્રકૂટમાં જે ઘટના થઈ તે પણ ખૂબ શરમ જનક છે. અમે આ વિશે ગૃહમાં મુદ્દો નથી ઉઠાવી શકતા. આ વિશે ચર્ચા કરવાનો પ્રતિબંધ છે. આ શું થઈ રહયું છે, જો અમે આકરા શબ્દોનો ઉપયોગ કરીયે તો અમને કહેવામાં આવે છે કે, તમારે આ ન બોલવું જોઈએ. અરે આ જ તો અમારી ફીલિંગ છે. મનમાં એટલો બધો ગુસ્સો છે કે, તમે બધા લોકો મારી સામે ઉભા છો તો એવું થાય છે ક્યાંક તમને પકડીને ના મારી દઉં. ઉત્તર પ્રદેશના ઉન્નાવની મીડિયાએ વાત કરતાં તેમણે કહયું કે, ઉત્તર પ્રદેશ સહેજ પણ સુરક્ષીત નથી. હું તમને ત્યાંની વાત કરીશ તો તમે ચોંકી જશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here