મોસ્કો,તા.૩૦
રશિયન સેનાનાં કેડેટ્‌સનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં રશિયન કેડેટ્‌સ જાણીતુ દેશભક્તિ ગીત ‘એ વતન, એ વતન, હમકો તેરી કસમ, તેરી રાહોં મે જાં તક લૂટા જાએંગે’ ગીત ગાતા જોવા મળી રહ્યા છે. આ ૧૯૬૫માં રીલીઝ થયેલી ફિલ્મ ‘શહીદ’નું ગીત છે જેને મોહમ્મદ રફીએ ગાયું હતુ.
સોશિયલ મીડિયા પર આ ગીતને ઘણું જ પસંદ કરવામાં આવી રહયું છે. ટ્‌વિટર યૂઝરે કહયું, “આમણે મારું દિલ બનાવી દીધું, રશિયન જવાન એ વતન, એ વતન ગાઈ રહ્યા છે.” મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં સૈન્ય સલાહકાર બૃજેશ પુશ્કર પણ આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. એક અન્ય યૂઝરે લખ્યું, ‘શાનદાર! રશિયન ભારતીય દેશભક્તિ ગીત ગાઈ રહ્યા છે. એ-વતન, એ-વતન’.
ફિલ્મનું આ ગીત પ્રેમ ધવને લખ્યું હતુ. ૧૯૬૫માં આવેલી આ ફિલ્મનાં નિર્દેશક એસ. રામ શર્મા હતા. રશિયામાં ભારતીય ફિલ્મોનો જલવો ઘણો જૂનો છે. રશિયામાં રાજકપૂર ઘણા લોકપ્રિય હતા. રાજકપૂરની ફિલ્મ વિશેષ કરીને ‘આવારા’એ ઘણું શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here