પિતાએ ધોરણ ૧૨ પછી મોબાઇલ અપાવવાનું કહેતા યુવતીએ સ્યુસાઇડ કર્યું

0
388

અમદાવાદ,તા.૩૦
શહેરમાં યુવાઓ દ્વારા આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થયો છે. શહેરના મેઘાણીનગર અને નરોડામાં બે સગીરાઓએ આત્મહત્યા કરી છે. મેઘાણીનગરમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી પિતાએ ધો.૧૨ પાસ કરે પછી મોબાઈલ ફોન લઈ આપવાનું કહેતા વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લિધી હતી જયારે નરોડામાં ધો.૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની છેલ્લા ત્રણ દિવસથી માનસિક રીતે ખૂબજ અસ્વસ્થ હતી અને તેણે પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સોશિયલ મિડીયા યુવા વર્ગ માટે ખુબ જ ઉપયોગી હોવાની સાથે સાથે તે હવે વ્યસન બની ગયું છે જેના પરિણામે નાના બાળકો પણ મોબાઈલ ફોન સાથે જોવા મળતા હોય છે. હવે વિદ્યાર્થીઓ સ્કૂલમાં પણ અન્ય વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ ફોન જોઈ માતા પિતા પાસે ફોનની માંગણી કરવા લાગ્યા છે. મેઘાણીનગરના રામેશ્વરમાં આવેલી સિહેશ્વરીની ચાલીમાં રહેતા રામજીભાઈ રાઠોડની ૧૬ વર્ષની પુત્રી દિશા રાઠોડ ધો.૧૦માં અભ્યાસ કરતી હતી. છેલ્લા ઘણા સમયથી દિશા તેના પિતા રામજીભાઈ તથા સગા સંબંધીઓ પાસે મોબાઈલ ફોનની માંગણી કરતી હતી. રામજીભાઈ નોકરી કરી ગુજરાન ચલાવે છે અને આર્થિક સ્થિતિ નબળી છે. પુત્રી દિશાએ મોબાઈલ ફોનની માંગણી કરતા રામજીભાઈ પોતાની પુત્રીને મોબાઈલ ફોન અપાવવા માટે ઉત્સુક હતા પરંતુ આર્થિક સ્થિતિ નબળી હોવાથી પુત્રીને ફોન અપાવી શકતા ન હતા. પુત્રી દિશાને ધો.૧૨ પાસ કરે પછી મોબાઈલ ફોન લઇ આપવા કહયું હતું. દરમ્યાનમાં ગુરુવારે દિશા ઘરે એકલી હતી ત્યારે ઘરનો દરવાજો બંધ કરી ગળે ફાંસો ખાઈ લીધો હતો. મેઘાણીનગર પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પોહચી હતી. પરિવારજનોની પુછપરછમાં મોબાઈલનું કારણ જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here