બોલો…કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ઇ-મેમો મળ્યો

0
522

રાજકોટ,તા.૨૯
આઇ વે પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી દ્વારા રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ઇ મેમો દ્વારા લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પરંતુ કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ઇ મેમો આવ્યો છે. જેમાં ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ એક્ટિવાની બાજુમાં ચાલક ઉભો છે અને તેને પણ હેલ્મેટ ન પહેર્યાનો ઇ મેમો દ્વારા ૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. બાઇક પર બેઠા હોય તો બરાબર છે પરંતુ હવે તો બાઇકની બાજુમાં પણ હેલ્મેટ પહેરીને ઉભું રહેવું પડશે તેવું આ ઇ મેમો દ્વારા સાબિત થઇ રહયું છે.
કોઠારીયા રણુજા માતા મંદિર પાસે રહેતા અશ્વિન વાલજીભાઇ સોહલીયા પોતાના સ્કૂટર પાસે ઉભા હતા અને હેલ્મેટ પહેર્યું નહોતું. જે સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસ તંત્ર દ્વારા તેને હેલ્મેટ ન પહેરવા બદલ ઇ મેમો ફટકારી ૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે પ્રહલાદ પ્લોટમાં રહેતા કારચાલક રાજેશ ઝીંઝુવાડીયાને પણ હેલ્મેટ ન પહેરવા બદલ ઇ મેમો દ્વારા ૫૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here