સુરત,તા.૨૫
ખેડા જીલ્લામાં અંબાવ ગામ સ્વામિનારાયણ મંદિરના સાધુ રાધારમણ સ્વામી સહિત પાંચની સુરત ક્રાઈમ બ્રાન્ચે ૧.૨૬ કરોડની ૨૦૦૦ની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે ધરપકડ કરી હતી. આજે ચાર આરોપીઓને સુરત સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટ દ્વારા ૪ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્કોડા કાર તેમજ ૨૦૦૦ના દરની ૫૦૧૩ ડુપ્લિકેટ નોટો કબજે કરી હતી. ડુપ્લિકેટ નોટો ખેડા જિલ્લામાં અંબાવગામ સ્વામિનારાયણ મંદિરના સાધુ રાધારમણ સ્વામીના રૂમમાં કલર ઝેરોક્ષ મશીન અને લેઝર પ્રિન્ટરથી ૨૦૦૦ના દરની નોટો છાપી પ્રસાદના નામે બોક્ષમાં પેક કરી પ્રવીણના બન્ને પુત્રો કાપડની થેલીમાં લઈને સુરત આવતા હતા. ખેડાથી તેઓ ટ્રેન અથવા તો પ્રાઇવેટ વ્હીકલમાં આવતા હતા. ક્રાઇમબ્રાંચના ડીસીપી રાહુલ પટેલે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. ડુપ્લિકેટ નોટ મામલે મુખ્ય સૂત્રધાર પ્રવિણ ચોપડા, તેનો પુત્ર કાળુ, મિત્ર મોહન વાઘુરડે, પ્રતિક ચોડવડીયા અને રાધારમણ સ્વામીની ધરપકડ કરી છે. જ્યારે પ્રવિણનો અન્ય પુત્ર પ્રદીપ પ્રવિણ ચોપડા ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here