બેઇજિંગ, તા.૨૦
ચીન સરકારે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના વીડિયો ગેમ રમવા પર આંશિક પ્રતિબંધની જાહેરાત કરી છે. સરકારનું કહેવું છે કે વીડિયો ગેમના કારણે બાળકોના શારિરીક અને માનસિક વિકાસમાં અડચણ સર્જાય છે, આ કારણે તેમના રમવાના સમયને સીમિત કરવો જરૂરી છે. ચીનના નેશનલ પ્રેસ એન્ડ પબ્લિકેસન એડમિનિસ્ટ્રેશને હાલમાં જ આ નિયમોનું લિસ્ટ જાહેર કર્યુ. તે મુજબ, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના યુવાઓને રાતે ૧૦ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધી ઓનલાઈન ગેમ રમવા દેવામાં આવશે નહિ.
નિયમો મુજબ, સપ્તાહમાં સોમવારથી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસે વીડિયો ગેમ રમવા માટે માત્ર ૯૦ મિનિટનો સમય મળશે. જો કે વીકેન્ડ્‌સ અને રજાઓમાં તેને વધારીને ૩ કલાક કરવામાં આવશે. આ સિવાય ૧૬ વર્ષથી ઓછી ઉંમરના યુવા ગેમ્સ પર એક મહિનામાં ૨૦૦ યુઆન(૨૦૦૦ રૂપિયા)થી વધુ ખર્ચ પણ કરી શકશે નહિ. ૧૬થી ૧૮ વર્ષના યુવાઓ માટે વીડિયો ગેમ્સ પર ખર્ચની સીમા વધારીને ૪૦૦ યુઆન(૪૦૦૦ રૂપિયા) રાખવામાં આવી છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિએ તેનું અસલી નામ અને આઈડેન્ટફિકેશન નંબર પણ આપવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here