“ટિકટોક” ઍપ પર પ્રતિબંધ મૂકો : મુંબઈ હાઈકોર્ટમાં અરજી

0
330

મુંબઇ,તા.૧૯
સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય અને યુવાનોને ઘેલા કરનારી ટિકટોક ઍપનો વિરોધ થવા લાગ્યો છે. આ ઍપ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી જનહિતની અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. ટિકટોક ઍપને કારણે બાળકો પર ખરાબ સંસ્કાર પડી રહ્યા હોવાનો દાવો અરજીમાં કરવામાં આવ્યો છે. હીના દરવેશ નામની મુંબઈની ગૃહિણીએ આ અરજી કરી છે. ટિકટોકને કારણે બાળકો પર ખરાબ અસર પડે છે. ટિકટોકના માધ્યમથી બનાવેલા અનેક વીડિયો અશ્ર્લીલ હોય છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની પ્રતિમા ખરડાતી હોવાનું અરજીમાં જણાવાયું છે.
ટિકટોક એક સોશિયલ મીડિયા ઍપ્લકેશન છે. ઍપની મદદથી સ્માર્ટફોન યુઝર્સ નાના-નાના વીડિયો બનાવીને શેર કરે છે. ‘બાઇટ ડાન્સ’ નામની કંપનીએ ૨૦૧૬માં આ ઍપ લોન્ચ કરી હતી. આ ઍપની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. થોડા સમય પહેલાં ટિકટોકના માધ્યમથી આપત્તિજનક વીડિયો સકર્યુલેટ કરવા બદલ ટિકટોક યુઝર વિરુદ્ધ મુંબઈ પોલીસે એફઆઇઆર નોંધી હતી . જો કે, તેના પર વિશેષ કાર્યવાહી થઇ નહોતી. મદ્રાસ હાઈકોર્ટમાં પણ અગાઉ ટિકટોક ઍપના વિરોધમાં જનહિતની અરજી દાખલ થઇ હતી. હવે મુંબઈ હાઈકોર્ટ આ અંગે શું નિર્ણય લે છે એ જોવું રહયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here