અમદાવાદ,તા.૧૭
એએમસી દ્વારા લેવાયેલા એક મહત્વના નિર્ણયમાં હવે રાત્રે રસ્તા પર સૂઇ રહેલા પરિવાર કે વ્યક્તિને રેનબસેરા ખાતે પહોંચાડવાના, તેમને જરૂર જણાય તો તબીબી સારવાર આપવાની અને ભૂખ્યા હોય તો ભોજન પણ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે, પરંતુ જો ફૂટપાથ પર સૂતેલા આવા લોકો કોઇ કંન્સ્ટ્રકશન સાઇટના કામદારો હશે તો તેવા સંજોગોમાં તે સાઇટની મંજૂરીઓ સસ્પેન્ડ કરાશે. મ્યુનિ. કમિશનર દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે હવે ઘરવિહોણાં લોકોને મ્યુનિ. તત્કાલ શેલ્ટર પૂરું પાડશે.
જો રેનબસેરામાં વધુ લોકો આવી જાય તો હાઉસિંગ સેલ દ્વારા મ્યુનિ. દ્વારા બનાવવામાં આવેલા મકાનોમાં તેમને રાખવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે. ખાલી શાળાઓમાં પણ તેમને રાખવાની વ્યવસ્થા થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here