કઠુઆ,તા.૧૭
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. વીડિયોમાં નાની બાળકીને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. જેમાં બાળકીને પોતાની માતા જ ઢોર માર મારી રહી હતી. બાળકી રડતા રડતા માતાને આજીજી કરી રહી હતી પરંતુ તેની માતા બાળકીને મારતી જ રહી હતી.
વીડિયોમાં બાળકીની માતા તેને ઢસડે છે અને બાળકીની પીઠ ઉપર પંચ મારી રહી હતી. આ સમયે બાળકી રડતા રડતા રહેમની ભીખ માંગી રહી હતી. પરંતુ પથ્થર દિલની માતા બાળકીને માર મારતી રહી હતી. માતાએ બાળકીને માથાના વાળથી પકડીને જમીન ઉપર પણ પટકી હતી.
દરમિયાન બાળકીએ પોતાના પિતાને પણ રડતા રડતા છોડાવવાની અપીલ કરી હતી. પરંતુ બહાર ઊભો ઊભો માર મારવાનો વીડિયો ઉતારી રહ્યો હતો. માતા એટલી નિર્દયી બની ગઈ હતી કે બાજુમાં પડેલા ચપ્પલથી બાળકીને ફરી મારવાનું શરૂ કરી દીધું હતું.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થયો હતો. આ વીડિયો અંગે પોલીસને જાણ થતાં પોલીસ હરકતમાં આવી અને કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ બાળકીના માતા-પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરું કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here