દિલદાર PI, ગરીબ બાળકીને હોટલનું ભોજન જમાડી ‘ચિલ્ડ્રન્સ ડે’ ઉજવ્યો

0
340

અમદાવાદ,તા.૧૫
અમદાવાદના ઇસનપુર વિસ્તારના પોલીસ ઇનસ્પકેટર જે વી રાણાને હાલ કંટ્રોલ રૂમમાં લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. પુત્ર હોવા છતાં તેમણે ચિલ્ડ્રન ડે બહાર ગરીબ બાળકો સાથે મનાવ્યો હતો. ચિલ્ડ્રન ડેના દિવસે પોલીસ ઇન્સ્પેકટર રાણા ઇસનપુર ગોવિંદવાડી તરફ નીકળ્યા હતા. ત્યારે લોકોને હોટલમાં જમીને આવતા જોઈને એક ગરીબ બાળકી પોતે કઈંક વિચારી રહી હતી. આ પળ પીઆઇ રાણા જોઈ ગયા હતા. બાદમાં પીઆઈ રાણા તે બાળકી પાસે ગયા હતા. એનું નામ-ઠામ પૂછીને તેને હોટલમાંથી જમવાનું અપાવ્યું હતું. આ જમવાનું જોઈને જ બાળકી એટલી ખુશ થઈ ગઈ હતી કે તે ખુશી જોઈને પીઆઇ એ ગિફ્ટ તરીકે બીજી વસ્તુઓ પણ અપાવી હતી અને આ રીતે એક ગરીબ બાળકીને ખુશી આપીને તેમને ચિલ્ડ્રન ડે મનાવ્યો હતો.
પોલીસ ઇન્સ્પેકટર જે વી રાણાએ જણાવ્યું કે ગરીબ બાળકો સાથે આ ચિલ્ડ્રન ડે ઉજવવાનું વિચાર્યું ન હતું. પણ રસ્તામાં ગરીબ બાળકીના મોઢા પર દુઃખ જોઈને મેં તેની સાથે થોડી ખુશીની પળો વિતાવી હતી. લોકો ચિલ્ડ્રન ડેના દિવસે સોશ્યલ મીડિયામાં ફોટો મૂકીને કે બહાર જઈને મનાવતા હોય છે અને આપણે તો આપણા બાળકો સાથે રોજ સારા દિવસો ઉજવતા જ હોઈએ છીએ. પણ આ બાળકો ક્યારે આમ ખુશી મેળવી શકે તે બહુ ઓછા લોકો વિચારે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here