અમદાવાદ,તા.૧૩
અમદાવાદમાં શિક્ષણ વિભાગને બદનામ કરતા કિસ્સામાં શાળામાં ચાલતા કોલ સેન્ટર પર સાયબર ક્રાઈમની રેડ પડી હતી. અમદાવાદના પાલડીમાં અંકુર સ્કૂલમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાતા શિક્ષણક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. અમદાવાદમાં હવે આજ બાકી રહયું હોય તેમ શિક્ષણ સંસ્થાને નામે કોઈ બીજા જ વેપલા કરાતા હોય તેવો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પાલડીમાં ચાલતી શાળામાં ચાલુ શાળાએ બોગસ કોલ કરનારૂ ફેક કોલ સેન્ટર ચાલતુ હતુ. એટલું જ નહીં, આ કોલસેન્ટર પાલડીના ભાજપના નેતા વિરાજ દેસાઇનું હોવાનું સામે આવ્યું છે.
પાલડીની અંકુર સ્કૂલમાં ચલાવતા બોગસ કોલ સેન્ટરના મુખ્ય આરોપી વિરાજ દેસાઈ છે. તેઓ પે ડેના નામે ગ્રાહકોને ઠગી રૂપિયા પડાવતા હતા. પોલીસે આ ઘટનામાં રેડ કરીને ૬ આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં સાઈબર ક્રાઈમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.
પોલીસે ધરપકડ કરેલ તમામ આરોપીઓ વાઈટકોલર જોબ કરનારા દેખાતા હતા. અંગ્રેજીમાં પાવધરા અને ફટાફટ અંગ્રેજી બોલી શકનારા આ ૬ આરોપીઓ શિક્ષણની શાળા તો સાઈડ બિઝનેસ હતો તેમનું મુખ્ય કામ તો આ કોલ સેન્ટર ચલાવવાનું હતુ. તેઓ અમેરિકા ફોન કરી અને લોકો સાથે છેતરપિંડી કરતા હોવાની સામે આવ્યું છે. આરોપીઓ લોકોને લોન આપવાના નામે રૂપિયા પડાવતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here