ખોટો આધારકાર્ડ નંબર આપ્યો તો ૧૦ હજારનો દંડ લાગશે…!!

0
365

ન્યુ દિલ્હી,તા.૧૨
આધારકાર્ડના ઉપયોગને લઈને તમને જાણકારી હશે કે, ઘણાં સરકારી કામોમાં આધાર નંબરની જરૂર હોય છે. કેટલાંક મહિના પહેલા જ કરદાતાઓની સમસ્યાને દૂર કરવા માટે આવકવેરા વિભાગે પાન નંબરની જગ્યાએ આધાર નંબર ઉપયોગ કરવાની મંજુરી આપી, પરંતુ તમે નિયમનો ખોટો ઉપયોગ કરશો અને ખોટો આધાર નંબર આપશો તો તમને ૧૦ હજાર રૂપિયાનો દંડ પણ લાગશે.
ઈન્કમ ટેક્સ એક્ટ ૧૯૬૧માં કરવામાં આવેલા સંશોધન પ્રમાણે પાનની જગ્યાએ આધાર નંબરનો ઉપયોગ કરી શકાશે. નવા સંશોધનમાં ખોટો આધાર નંબર આપવા પર દંડની પણ જોગવાઈ છે. આ નિયમ જ્યાં પાન કાર્ડ નંબરની જગ્યાએ આધાર કાર્ડ નંબરનો ઉપયોગ થઈ શકે છે ત્યાં આ નિયમ લાગૂ પડી શકે છે.
ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં, બેંક એકાઉન્ટ ખોલવામાં કે પછી ૫૦ હજાર રૂપિયાથી વધારેના બોન્ડ્‌સ કે મ્યૂચ્યૂઅલ ફંડ્‌ઝ, બોન્ડ્‌ઝ વગેરે ખરીદવા પર આધારા કાર્ડ કે પાન નંબરની જરૂર પડે છે. આવી બાબતોમાં જો તમે આધાર કાર્ડ નંબર ખોટો આપશો તો તમારે દંડ ભરવો પડી શકે છે.
આ દંડ પાનની જગ્યાએ ખોટો આધાર કાર્ડ નંબર આપવા પર, કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર પાન અને આધાર બંન્ને નહી આપવા પર, આધાર નંબરની સાથે બાયોમેટ્રીક આઈડેન્ટફિકેશન નહી આપવા પર જો આઈડેન્ટફિકેશન ફેઈલ થવા પર પણ તમારે દંડ ભરવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here