રણવીર સિંહે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની લેટેસ્ટ તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે હુબહુ કપિલ દેવ જેવો જ લાગે છે. આ તસવીર કપિલ દેવનાં પોપ્યુલર બેટિંગ પોઝને રિક્રિએટ કરતો નજર આવે છે. રણવીર સિંહે આ તસવીર શેર કરતાંની સાથે જ તેનાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે, ‘નટરાજ શોટ’, આ તસવીર શેર કર્યાનાં બે કલાકમાં જ તેને દસ લાખથી વધુ લાઇક્સ મળી ગઇ છે. આપને જણાવી દઇએ કે રણવીર સિંહ કપિલ દેવની બાયોપિક પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મ ૧૯૮૩નાં વર્લ્ડકપની છે. જેનું નામ ‘૮૩ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here