ચા વેચીને બાળકોને ભણાવતા મુસ્લિમ યુવાનને વીવીએસ લક્ષ્મણે બિરદાવ્યો

0
505

કાનપુર,તા.૮
ભૂતપૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે ટ્‌વીટર પર એક ચાવાળાને બિરદાવતાં લખ્યું હતું કે આપણે આ માણસ પરથી પ્રેરણા લેવી જોઇએ.
કાનપુરના રહેવાસી ૨૯ વર્ષના એક મહેબૂબ મલિક ચાની લારી ચલાવે છે. પોતાની રોજની આવકના ૮૦ ટકા આ માણસ ગરીબ બાળકોને ભણાવવા પાછળ ખર્ચે છે. લક્ષ્મણે એની મૂગી સમાજસેવાને બિરદાવતી ટ્‌વીટ કરી હતી.
મહેબૂબ મલિક અત્યારે ૪૦ ગરીબ બાળકોના શિક્ષણનો ખર્ચ ઊઠાવે છે. કાનપુરના શારદાનગરમાં મોહમ્મદ મહેબૂબ મલિકે ૨૦૧૫માં ગરીબ બાળકો માટે સ્કૂલ ખોલી હતી. આજે આ સ્કૂલમાં ૪૦ બાળકો ફ્રીમાં ભણે છે. એમના શિક્ષણનો તમામ ખર્ચ આ ચાવાળો ઊઠાવે છે.
મહેબૂબે કહયું કે મારૂ બાળપણ ખૂબ ગરીબીમાં વીત્યું હતું એને લીધે હું ભણવાની ઉત્કટ ઇચ્છા હોવા છતાં ભણી ન શક્યો. એટલે ત્યારે જ નિર્ણય લીધો હતો કે હું બીજા ગરીબ બાળકોને શિક્ષણથી વંચિત નહીં રહેવા દઉં. ચાની લારી શરૂ કરી ત્યારે થોડી બચત થતાં જ મેં આ સ્કૂલ શરૂ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here