મુંબઈ,તા.૧
આમિર ખાને પોતાની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ શરૂ કર્યું. આ ફિલ્મનો મુહૂર્ત ક્લેપ એક્ટરની માતા ઝિન્નત હુસૈને આપ્યો હતો. આમિર ખાનની આ ફિલ્મ ૧૯૯૪મા આવેલી હોલિવૂડ ફિલ્મ ‘ધ ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ હિંદી રીમેક છે. આ ફિલ્મનું શૂટિંગ યશરાજ સ્ટુડિયોમાં થોડાં દિવસ કરવામાં આવશે. હાલમાં ઈન્ડોર શૂટિંગ કરવામાં આવશે અને પછી આઉટડોર શૂટ થશે. શૂટિંગ સાથે સંકળાયેલી માહિતી સિક્રેટ રાખવામાં આવી રહી છે.
‘લાલ સિંહ ચઢ્ઢા’માં સ્વર્ણ મંદિર નરસંહાર તથા ઈન્દિરા ગાંધી હત્યાકાંડ અંગે પણ બતાવવામાં આવશે. ૩૧ ઓક્ટોબરના રોજ પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી અને આ જ દિવસથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે, આ માત્ર સંયોગ છે કે જાણી જોઈને કરવામાં આવ્યું છે, તે તો માત્ર આમિર ખાન જ કહી શકે તેમ છે. ફિલ્મમાં આમિર ઉપરાંત કરીના કપૂર, વિજય સેતુપતિ, યોગીબાબુ સહિતના કલાકારો જોવા મળશે. ફિલ્મમાં આમિરે શિખની ભૂમિકા ભજવી છે, જ્યારે કરીના પ્રેમિકાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મને અતુલ કુલકર્ણીએ લખી છે અને ‘સીક્રેટ સુપરસ્ટાર’ ફૅમ અદ્વૈત ચંદન ડિરેક્ટ કરશે. આ ફિલ્મને આવતા વર્ષે ક્રિસમસ પર રિલીઝ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here