BSNL ગ્રાહકોને કોલ કરવા બદલ સામેથી આપશે પૈસા !!!

0
373

ન્યુ દિલ્હી,તા.૧
રિલાયન્સ જિયોએ તાજેતરમાં જ IUCના નામ પર તેના યુઝર્સથી નોન જિયો કોલિંગ માટે પૈસા લેવાના શરૂ કર્યા છે. પરંતુ ભારતની સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલએ તેની ઉલટું કર્યું છે.
કંપનીએ જાહેર કર્યું છે કે કંપની કોલિંગના પૈસાની ચૂકવણી કરશે. બીએસએનએલની આ નવી ઓફર્સ હેઠળ ૫ મિનિટ અથવા વધુ કોલ પર યુઝરના એકાઉન્ટમાં ૬ પૈસા જમા થશે. બીએસએનએલ તાજેતરમાં નુકસાનમાં ચાલી રહી છે અને કર્મચારીઓની છટણી પણ થઇ રહી છે. અનેકવાર રિપોર્ટ્સ આવ્યા છે કે કંપનીનું મર્જર થઇ શકે છે. પરંતુ અત્યાર સુધી કંઇ થયું નથી.
BSNLના ડિરેક્ટર સીએફએ વિવેક બનાઝલે જણાવ્યું હતું કે, ‘ડિજિટલ એક્સ્પેરીન્સના જમાનામાં કસ્ટમર્સ વાઈસ અને ડેટા માટે ક્વોલીટી સર્વિસ ઇચ્છે છે, અમે અમારા કસ્ટમર્સને અપગ્રેડેડ નેક્સ્ટ જનરેશન નેટવર્કથી એન્ગેજ કરવા માંગીએ છીએ. જેથી તેમને શ્રેષ્ઠ અનુભવ મળી શકે.
બીએસએનએલએ જણાવ્યું હતું કે આ ૬ પૈસાની કેશબેક ઓફર દેશના તમામ BSNL વાઇરલાઇન, એફટીટીએચ અને બ્રોડબેન્ડ કસ્ટમર્સ માટે છે. બીએસએનએલના આ નવા પ્લાનથી યુઝરમાં વધારો થશે કે નહીં, તે તો આવનાર સમય જણાવશે. પરંતુ, તેનાથી જિયો યુઝર્સ ભડકી જશે. કેમ કે જિયોમાં તેમણે નોન જિયો કોલિંગના પૈસા ચુકવવા પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here