જો જાસૂસીની વાત સાચી હોય તો તે માનવાધિકાર અને રાષ્ટ્રીય સુરક્ષાનું ઉલ્લંઘન છે

0
353

ન્યુ દિલ્હી,તા.૧
ઇઝરાયલની એજન્સી દ્વારા ભારતમાં કેટલાક પત્રકારો અને કાર્યકર્તાઓની કથિત જાસૂસી મામલે વિપક્ષો સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ મુદ્દે મોદી સરકાર પાસે જવાબ માંગ્યો છે. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે જો જાસૂસીની વાત સાચી હોય તો તે માનવાધિકાર અને રાષ્ટ્રીય સુરક્ષાનું ઉલ્લંઘન છે.
મોદી સરકારે આ મામલે જવાબ આપવો જોઇએ. પ્રિયંકા ગાંધી પહેલા રાહુલ ગાંધી અને વિપક્ષના અન્ય નેતાઓ પણ આ મામલે સરકારને આડેહાથ લીધી હતી. પ્રિયંકા ગાંધી ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓ કપિલ સિબ્બલ, વીરપ્પા મોઇલીએ પણ સરકાર પાસે ખુલાસો માંગ્યો છે.
જો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જાસૂસીની વાત નકારી કાઢવામાં આવી છે અને તેને સરકારને બદનામ કરવાનો પ્રયત્ન હોવાનું જણાવવામાં આવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here