ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સરકાર બનાવવામાં નિષ્ફળ

0
402

જેરુસલેમ,તા.૨૨
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુને પ્રજાજનોએ બહુ મોટો ઝટકો આપ્યો છે. ઇઝરાયલમાં ગઠબંધનની સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યાં બાદ હવે બેન્જામીન નેતન્યાહુની સત્તામાંથી વિદાય લગભગ નક્કી થઇ ગઇ છે. આ સાથે જ નેતન્યાહુના હરીફ બેન્ની ગૈંટ્‌ઝનો સત્તા મેળવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. જ્યારે નેતન્યાહુ નવી સરકાર રચવામાં સફળ ન થયા તો ઇઝરાયલના રાષ્ટપતિ રેવેન રિવલિને જણાવ્યું કે હવે તેઓ પૂર્વ આર્મી ચીફ બેન્ની ગૈંટ્‌ઝને બહુમતિ મેળવવામાં અને સરકાર રચવાની તક આપશે. હવે જો બેન્ની ગૈંટ્‌ઝ સરકાર રચવામાં સફળ રહેશે તો છેલ્લા એક દાયકા કરતા પણ વધુ સમય બાદ નેતન્યાહુ સિવાય ઇઝરાયલમાં સરકાર રચનારા તેઓ પહેલા નેતા બની જશે.
હવે ઇઝરાયલમાં ગઠબંધનની સરકાર રચવા માટે બેન્ની ગૈંટ્‌ઝે ૨૮ દિવસની અંદર બહુમતિ સાબિત કરવાની રહેશે. જો કે બેન્ની ગૈંટ્‌ઝ માટે પણ અન્ય દળોના સાંસદોને પોતાની છાવણીમાં લેવાનું અને બહુમતિ મેળવવાનું આસાન નહીં રહે. ઇઝરાયલની ચૂંટણીમાં નેતન્યાહુ અને તેમની સમર્થક પાર્ટીને કુલ ૧૨૦ સભ્યો ધરાવતી સંસદમાં ૫૫ બેઠકો મળી છે. જ્યારે કે વિરોધ પક્ષોને કુલ ૫૭ બેઠકો મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here