મક્કા,તા.૧૭
સાઉદી અરેબિયાના પ્રસિદ્ધ યાત્રાધામ મક્કા શહેરની નજીક એક બસ દુર્ઘટનામાં ૩૫ વિદેશી શ્રદ્ધાળુઓનાં કરૂણ મોત થયા છે. મક્કા અને મદીના શહેરને જોડતા રોડ પર બુધવારે રાતે લગભગ ૮ વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. એમાં એક ટુરિસ્ટ બસ રસ્તા પર ખોદકામ કરતા વાહન સાથે જોશભેર અથડાઈ હતી.
મદીના શહેરથી આશરે ૧૭૦ કિ.મી. દૂર આવેલા હિજરા રોડ પર અલ-અખલ ગામ નજીક બનેલી દુર્ઘટનામાં ૩૯ પ્રવાસીઓ સાથેની એક ખાનગી ચાર્ટર્ડ બસ રસ્તા પર ઊભેલા એક હેવી વેહિકલ (લોડર) સાથે અથડાઈ હતી.
બસમાં એશિયાવાસીઓ અને આરબ મૂળનાં લોકો સવાર થયા હતા. અકસ્માત એવો ભીષણ હતો કે બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી અને એનાં ફૂરચાં ઊડી ગયા હતા. દુર્ઘટનામાં ઘાયલ થયેલાઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનાનાં કારણની તપાસ ચાલી રહી છે. માર્યા ગયેલાઓમાં મોટા ભાગના એશિયાવાસીઓ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરબમાં એક બસ દૂર્ઘટનામાં ૩૫ લોકોના મોત પર ગુરૂવારે શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને ટ્‌વીટ કરી લખ્યું, ‘સાઉદી અરબમાં મક્કાની પાસે બસ દૂર્ઘટનાના સમાચારથી દુઃખી છું. આ દૂર્ઘટનામાં મૃતકોના પરિજનો પ્રતિ મારી સંવેદાનાઓ. ઇજાગ્રસ્તોની જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here