શું તમે જાણો છો આજીનોમોટો વિશે…દેશમાં મોટા ભાગના લોકો આ પદાર્થ શું છે જાણતા જ નથી….! આજીનોમોટો ધીમુ નહી પણ તીવ્ર ઝેર છે. સફેદ રંગનો ચમકતો પદાર્થ “મોનો સોડિયમ ગ્લુટામેટ” એટલે “આજીનોમોટો” સોડિયમ ક્ષાર. તમે ચાઇનીઝ- પંજાબી વાનગીઓ ખાવ છો તો તેમાં આ કેમિકલ જરૂર હશે. સ્વાદ વધારવા માટેનું આ કેમિકલ ચાઇનીઝ પંજાબી વાનગીઓ માટે ઉપયોગમાં લેવાય છે. આના કારણે આવું ખાનારાની સ્વાદગ્રંથીની પ્રક્રિયા ધીમી કરી નાખે છે. જેથી તમને ખોરાકના સ્વાદની ખબર જ ન પડે. અને આજીનોમોટો ખોરાકની નબળી ગુણવત્તા છુપાવવા માટે વાપરવામાં આવે છે. જે આરોગ્ય માટે ખૂબ જ ખતરનાક છે. ગુજરાતમાં આરોગ્યતંત્ર છે તેમજ રાજ્યભરના મોટા નાના શહેરોમાં પણ લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય કે લોકોના આરોગ્યની જાળવણી માટે અનેક પ્રકારના ખાદ્ય ખોરાકની ચકાસણી કરે છે. જેમાં ખાસ તો મીઠાઈઓ અને ફરસાણની દુકાન ઉપર ખાસ તપાસ કરે છે. ગુજરાતભરમાં અત્યારે અનેક સ્થળોએ બનાવટી દૂધ, બનાવટી માવા મીઠાઈઓ સહિતની અનેક ભેળસેળ યુક્ત ખાવાની ચીજ વસ્તુઓ વેચાઈ રહી છે…..! પરંતુ રાજ્યના આરોગ્ય તંત્રને જેટલું જ્ઞાન કે માહિતી છે તેની તપાસ કરે છે કે ચકાસણી કરાવે છે. પણ ક્યારેય પંજાબી- ચાઇનીઝ ખાવાની વાનગીઓ બનાવતા સ્થળ ઉપર તપાસ- ચકાસણી કરવામા આવતી નથી.. અને એક જાણકારી મુજબ આ માટે આરોગ્ય તંત્રએ ધ્યાન જ આપ્યું નથી તેમ કહીએ તો ખોટું નથી…..!!
રાજ્યભરના અનેક નાના-મોટા શહેરોમાં મોટાભાગે ખાણીપીણી નાસ્તા માટેના બજારો સાંજે જ ચાલુ થાય છે- ખુલે છે તેમા પણ ચાઈનીઝ ખાવા પીવાની ચીજવસ્તુઓની લારીઓ તેમજ હાટડી-દુકાનો નજરે પડે છે અને લોકો પણ તેનો સ્વાદ માણવા તૂટી પડતા રહે છે. પરંતુ ચાઈનીઝ વસ્તુઓ ખાનારને એ ખબર નથી કે આપણે સ્વાદવાળું ઝેર આરોગી રહ્યા છીએ….! હવે મેગી- નૂડલ્સ નાના-મોટા દરેક ખાય છે. જેમાં મેગીનું રહસ્ય એ છે કે હાઇડ્રોલીઝેડ ગ્રોડ્યુટ પ્રોટીન તથા સ્વાદ વર્ધક ૬૩૫ ડી સોડીયમ રીબોન્યુક્લેઓટાઈઝ્ડ તેમાં વપરાયું હોય છે.આ બનાવનાર કંપની દાવો કરે છે કે આમાં એમએસજી અથવા “આજીનોમોટો” નાખવામાં નથી આવતો. જ્યારે હાઈડ્રોલીઝેડ ગ્રોડ્યુડન્ટ પ્રોટીન રાધ્યા પછી જ “આજીનોમોટો” મા પરિવર્તિત થઈ જાય છે. જે પ્રક્રિયામાં સ્વાદ વર્ધક ડીસોડીયમ રીબોન્યુક્લીઓટોડીઝને મદદ કરે છે .અત્યારના સમયમાં આજીનો મોટો. ચાઈનીઝ ખાણા પીણા અને પંજાબી દાળમા છૂટથી વપરાતો થઈ ગયો છે. શક્ય હોય ત્યાં સુધી આ ઝેરથી બચવું જરૂરી છે.. અને આ માટે લોકજાગૃતિ કરવા સફારી મેગેઝીન એ બહુ જ મોટો પ્રચાર-પ્રસાર લેખો દ્વારા કર્યો છે. આમ છતાં દેશભરના રાજ્યોની કોઇ સરકાર કે કેન્દ્ર સરકારનુ આરોગ્ય તંત્ર જાગ્યું નથી કે નથી આ બાબતે કોઈ તપાસ કરી કે ચકાસણી નથી કરી… નમ ત્યારે શું ચાઇનીઝ-પંજાબી ખાનારા લોકો તેમની હેલ્થ જાળવણી બાબતે-રોગોથી બચવા જાગૃત થશે ખરા…..?
અગત્યની વાત એ છે કે જેને આજીનોમોટો કહીએ છીએ તે એક કંપનીનું નામ છે આ પદાર્થ મેલ્ટ થઈને વેજિટેબલ્સ પર કોટીગ થઈ જાય છે એટલે તેના સ્વાદ-સુગંધ નાશ પામતા નથી. પરંતુ ખાનારને એ ખબર નથી એમ.એસ.જી પાચન કે ન્યૂટ્રિશન માટે હાનિકારક પદાર્થ છે. તેનાથી થતા નુકસાન જોવામાં આવે તો ખટાશ સાથે આજીનોમોટો ખાવામાં આવે તો શરીર પર ખંજવાળ આવે કે ફોલીઓ થાય છે. માથાનો દુખાવો, ચક્કર આવવા, જેવા રોગો નાના મોટા દરેકને થાય છે. તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ મગજને પણ નુકસાન પહોંચાડી શકે છે. શરીરમાં પાણીની અછત ઊભી કરે છે. મોઢા પર સોજા કે ચામડી ખેંચાવી જેવી આડઅસરો થાય છે. તેનો વધુ ઉપયોગ ધીમે ધીમે છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ, શરદી, ખાસી થાય છે. તો આળસુપણુ આવે છે, થાક લાગે છે, પેટમાં દુખાવો, ઉલટી અને ઝાડા જેવી સામાન્ય આડઅસરો પણ થાય છે. આજીનોમોટો પગના સ્નાયુનો દુખાવો-ઘુટણનો દુખાવો, હાડકાને નબળા કરે છે- કેલ્શિયમને ખતમ કરે છે, માથામાં સતત દુખાવો રહેતો હોય તેને ચાઇનીઝ પંજાબી વસ્તુ ખાવાની બંધ કરી દેવી જોઈએ. આજીનોમોટો બાળકો માટે ખૂબ જ હાનિકારક છે. મેગી- નૂડલ્સ-મંચુરીયન ખાનારા બાળકો માથાના દુખાવાની ફરિયાદ કરે છે, તો તેમના શારીરિક માનસિક વિકાસને પણ અસર કરે છે. અને સ્થૂળતા પણ આવી જાય છે. ત્યારે હવે ચાઇનીઝ-પંજાબી વાનગી ખાનારાઓએ ચેતી જવાની જરૂર છે. તેની સાથે રાજયના આરોગ્ય તંત્રએ આ માટે ઊંડા ઊતરી જરૂરી વૈજ્ઞાનિક ચકાસણી કરી પગલા લેવા પણ અતિ જરૂરી છે.
(જીએનએસ-હર્ષદ કામદાર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here