તિરુવનંતપુરમ્‌,તા.૧૪
ભારતની પ્રથમ નેત્રહીન IAS અધિકારી પ્રાંજલ પાટીલે કેરળની રાજધાની તિરુવનંતપુરમ્‌માં ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટનું પદ સંભાળ્યું હતું. તેઓ ઓફિસે પહોંચતા જ લોકોએ તેમનું સ્વાગત કર્યું. લોકોએ તેમનું ફૂલોનો પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. પ્રાંજલ મહારાસ્ટ્રના ઉલ્હાસનગરની છે. ૨૦૧૬ માં, તેણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી, જેમાં તે ૭૭3મા ક્રમે હતા.
પ્રાંજલ જ્યારે ફક્ત છ વર્ષની હતી ત્યારે તેની દોસ્તે તેની એક આંખમાં પેન્સિલનો વાર કરીને તેને ઘાયલ કરી નાખી હતી. ત્યારબાદ પ્રાંજલની તે દ્રષ્ટી ખરાબ થઈ ગઈ હતી. ત્યારે તે સમયે ડોક્ટરોને તેના માતાપિતાને જણાવ્યું હતું કે ભવિષ્યમાં તે પોતાની બીજી આંખની દ્રષ્ટી પણ ગુમાવી દેશે. અને દુરભાગ્યવશ તેણે પોતાની બીજી દ્રષ્ટી પણ ગુમાવી દીધી. થોડાક સમય પછી પ્રાંજલની બન્ને આંખોની દ્રષ્ટી જતી રહી .
પ્રાંજલના માતાપિતા તેમના ભણતરની દિશામાં ક્યારેય અંધત્વ આવવા દેતા નહી. તેમણે પ્રાંજલને મુંબઈના દાદરની અંધ શાળામાં પ્રવેશ અપાવ્યો. પ્રાંજલે ૧૦ અને ૧૨ની પરીક્ષા પણ ખૂબ સારા માર્ક્સ સાથે પાસ કરી હતી અને ચાંદીબાઈ કોલેજમાં આટ્‌ર્સ ફેકલ્ટીમાં ૧૨માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પ્રાંજલે જણાવ્યું હતું કે ‘હું દરરોજ ઉલ્હાસનગરથી સીએસટી જતી હતી. દરેક જણ મને મદદ કરતા, ક્યારેક રસ્તો ક્રોસ કરવામાં, ક્યારેક ટ્રેનમાં ચડતા. કેટલાક અન્ય લોકો કહેતા હતા કે મારે ઉલ્હાસનગરની એક કોલેજમાં ભણવું જોઈએ, પરંતુ હું તેમને ફક્ત એટલું જ કહેતી કે મારે આ કોલેજમાં ભણવું છે અને મને દરરોજ મુસાફરી કરવામાં કોઈ મુશ્કેલી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here