૩૧ આૅક્ટોબર સુધી હેલ્મેટ પર છૂટ છતાં પોલીસે ૧૦૦ રૂ.નો દંડ વસૂલ્યો

0
436

અમદાવાદ,તા.૧૩
રાજ્યમાં હેલ્મેટ અને પીયૂસી પર ૩૧ ઓક્ટોમ્બર સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, પરંતુ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જૂના મોટર વહિકલ એક્ટ મુજબ દંડ વસુલતી હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક પોલીસે અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે એક વ્યક્તિને હેલ્મેટ ન પહેરવા બદલ ૧૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હોવાનો મેમો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
મેમોમાં હેલ્મેટ ન પહેરવા બદલ શનિવારે રાત્રે ૭.૪૫ વાગ્યે માલવભાઈ મિલાપભાઈ નામના વ્યક્તિને એન ડિવિઝન ટ્રાફિક પોલીસના પીએસઆઇ એમ.એમ. વ્યાસે જૂના નિયમ ૧૭૭ મુજબ ૧૦૦ રૂપિયાનો દંડ આપ્યો હોવાનો મેમો વાઇરલ થયો છે. આ મામલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ હેમંત પટેલે જણાવ્યું હતું કે, આ મામલે મને જાણ નથી તપાસ કરી લઉં છું. જયારે પીએસઆઇ વ્યાસે જણાવ્યું હતું કે ઘણા મેમો ફાડયા છે, આ બાબતે મને કાઈ જાણ નથી. મેમો બતાવશો તો ખ્યાલ આવશે.
ટ્રાફિક ડીસીપી (વેસ્ટ) અજીત રાયજનેને જણાવ્યું હતું કે, જૂના નિયમ મુજબ દંડ લેવામાં આવ્યો છે તે મામલે તપાસ કરી લઉં છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here