જિયોના નિર્ણયથી જનતા નાખુશ, ટ્વિટર પર ટ્રેંડ થયું ‘બોયકોટ જિયો’

0
335

ન્યુ દિલ્હી,તા.૧૦
રિલાયન્સ જીયોનાં બીજા નેટવર્ક પર ફ્રી કોલિંગની સેવા બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે હવે જીઓ યુઝર્સને જિયો ટૂ જિયો ઉપરાંત બીજા નેટવર્ક પર કોલ કરવા માટે ૬ પૈસા પ્રતિ મિનિટ ચુકવવા પડશે. જેના કારણે હવે તેનો રિચાર્જ પ્લાન થોડો મોંઘો થયો છે. કંપનીના અનુસાર તેના માટે જીઓ યુઝર્સને કુપન લેવી પડશે. જેની શરૂઆતી કિંમત ૧૦ રૂપિયા છે. જિયો દ્વારા ફ્રી કાલિંગ રદ્દ કરી દેવામાં આવ્યા બાદ ટ્‌વીટર પર ઈંબોયકોટ જીઓ ટ્રેંડ થઇ રહયું છે. લોકો જીઓ છોડીને બીએસએનએલની સેવા લેવાની અપીલ કરી રહ્યા છે.
કોલ ટર્મિનેશન ચાર્જ સાથે જોડાયેલા નિયમોની અનિશ્ચિતતાને કારણે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીયોએ બુધવારે જાહેરાત કરી છે કે તે ગ્રાહકો પાસે કોલિંગના પૈસા લેશે. જીયો યૂઝર્સ પાસે જિયો સિવાય બાકી નેટવર્ક પર કરનારા વોયસ કોલ માટે ૬ પૈસા પ્રતિ મિનિટ ચાર્જ કરવામાં આવશે. પરંતુ તેને બરાબર મૂલ્યનો ફ્રી ડેટા આપીને જીયો તેને બેલેન્સ કરશે. જીયોએ એક નિવેદનમાં કÌહયું કે, જ્યાં સુધી ટેલિકોમ ઓપરેટરોએ પોતાના યૂઝરો દ્વારા અન્ય ઓપરેટરોના નેટવર્ક પર કરવામાં આવેલા મોબાઇલ ફોન કોલ માટે પેમેન્ટ કરવાની જરૂરીયાત પડી રહી છે, ત્યાં સુધી ૬ પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લાગુ રહેશે. આ ચાર્જ જીયો યૂઝર દ્વારા જીયો નંબર પર કરવામાં આવેલા કોલ અને વોટ્‌સએપ, ફેસટાઇમ કે અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કરવામાં આવેલા ફોન અને લેન્ડલાઇન કોલ પર લાગૂ થશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here