કિસ કરવાના બહાને પત્નીની જીભ કાપનાર પતિ ખબર કાઢવા જતા ઝડપાયો

0
539

(લતીફ અન્સારી)
અમદાવાદ,તા.૧૧
અમદાવાદના વેજલપુરમાં એક પતિએ તેની પત્નીની જીભ કાપી નાખ્યાનો બનાવ સામે આવ્યો હતો. પત્નીની ફરિયાદ પ્રમાણે તેના પતિએ તેને જીભથી જીભની કિસ કરવાની માંગણી કરી હતી. પત્નીને એવું હતું કે પતિ રોમેન્ટિક મૂડમાં છે. આથી તે જીભ કાઢીને કિસ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. આ સમયે પતીએ છરીથી પત્નીની જીભ કાપી નાખી હતી.
આ અંગે ઇજાગ્રસ્ત થયેલી મહિલાએ તેની બહેનને વીડિયો કોલ કરીને આ ઘટનાની જાણ કરી હતી. જે બાદમાં મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે વેજલપુર પોલીસે ફરિયાદ નોંધી હતી. ઘટના બાદ પતિ ફરાર થઈ ગયો હતો.
જો કે, શુક્રવારે પતિ અય્યુબ મન્સૂરીને આ અંગે પસ્તાવો થયો હતો. મન્સૂરી ઇજાગ્રસ્ત પત્નીની ખબર કાઢવા આવતા જ પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી હોવાનું વેજલપુર પીઆઇ એલ.ડી.ઓડેદરાએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here