ન્યુ દિલ્હી,તા.૪
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વધુ એક વખત શાબ્દિક પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના મહાસચિવે જણાવ્યું કે કાશ્મીરમાં છેલ્લા બે મહિનાથી જે સ્થિતિ જોવા મળે છે તેના લીધે સૌથી વધુ નિર્દોષ બાળકોને સહન કરવું પડ્યું છે.
પ્રિયંકા વાડ્રાએ ટ્વિટર પર એક પોસ્ટ કરીને કાશ્મીરની સ્થિતિ મુદ્દે સરકાર અને વડાપ્રધાનની ટિકા કરી હતી. આ માટે તેમણે એક મીડિયા અહેવાલને પણ ટાંક્યો હતો જેમાં બાળકોની દયનિય સ્થિતિ વિશે ઉલ્લેખ કરાયો હતો. રિપોર્ટમાં કાશ્મીરી બાળકો કેવી રીતે શાળાથી અને તેમના મિત્રોથી અળગા થઈ ગયા છે તે વિશે જણાવાયું હતું. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે બે માસથી કાશ્મીરમાં જે સ્થિતિ છે તેને લીધે સૌથી વધુ બાળકોને સહન કરવું પડ્યું છે.
‘તમે ક્યારેય એવી સરકાર જોઈ છે કે જે વિકાસની વાતો કરે છે પરંતુ બાળકોને શાળાથી દૂર રાખી રહી છે,’ તેમ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્‌વીટમાં જણાવ્યું હતું.
ભાજપ સરકાર કાશ્મીરની નવી પેઢીને શું સંદેશ આપવા માંગે છે તેવો પ્રશ્ન પ્રિયંકાએ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here