પેલેસ્ટાઇન,તા.૨
પેલેસ્ટાઈને મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતીના અવસરે ગાંધીજીના મૂલ્યો અને વારસાના સન્માનમાં ટપાલ ટિકિટ જાહેર કરી છે. પેલેસ્ટાઈન ઓથોરીટિ(PA)ના ટેલિકોમ અને માહિતી ટેક્નોલોજીના મંત્રી ઈસહાક સેદેરે અહીં રામલ્લાહના મંત્રાલયમાં આયોજિત એક સમારોહમાં ભારતના પ્રતિનિધિ સુનીલ કુમારની ઉપસ્થિતિમાં આ ટપાલ ટિકિટ જાહેર કરી.
સેદેરે કહયું કે, ગાંધીજીની યાદમાં ટપાલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. જેમના વારસા અને મૂલ્યોએ માનવતાને નવી દિશા દેખાડવાનું કામ કર્યું અને આગળ પણ કરતા રહીશું.
તો કુમારે કહયું કે, રાષ્ટ્રપિતાને સન્માનિત કરવાનું આ પગલું ભારત અને પેલેસ્ટાઈનની વચ્ચે મજબૂત, ઐતિહાસિક, રાજકીય અને સાંસ્કૃતિક સંબંધને દર્શાવે છે. રામલ્લાહમાં ભારતીય કમિશને ગાંધીજીની ૧૫૦મી જયંતીની ઉજવણી કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here