‘શોલે’માં ‘કાલિયા’ની ભૂમિકા ભજવનાર વિજુ ખોટેનું નિધન

0
17

હન્દી તેમજ મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા વિજુ ખોટેનું અત્રે એમના નિવાસસ્થાને અવસાન થયું છે. વિજુ ખોટે ‘શોલે’ ફિલ્મમાં કાલિયા ડાકુની ભૂમિકા માટે વધારે જાણીતા થયા હતા. એ ફિલ્મમાં એમનો ‘સરદાર મૈંને આપકા નમક ખાયા હૈ’ ડાયલોગ ખૂબ જાણીતો થયો છે.
વિજુ ખોટેની વય ૭૮ વર્ષ હતી. એ કેટલાક વખતથી બીમાર હતા. તેઓ મુંબઈમાં ગામદેવી વિસ્તારમાં રહેતા હતા. ‘અંદાઝ અપના અપના’ ફિલ્મમાં વિજુ ખોટેએ રોબર્ટ પાત્રની ભજવેલી ભૂમિકાને પણ દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.
વિજુ ખોટેએ ૩૦૦થી વધારે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેઓ ૧૯૬૪ની સાલથી અભિનય ક્ષેત્રે સક્રિય હતા. સોમવારે સવારે સાડા અગિયારની આસપાસ સાઉથ બોમ્બેના ચંદનવાડી સ્મશાનમાં એમના અંતિમ સંસ્કાર કરાયાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here