ન્યુ દિલ્હી,તા.૩૧
ઓનલાઇન ફૂડ વેબસાઇટ ઝોમેટો એકવાર ફરી ચર્ચામાં છે. જાણવામાં આવી રહ્‌યું છે કે ઝોમેટોમાં એક વ્યક્તિએ ઓર્ડર આપ્યો હતો. તેને મેસેજથી ખબર પડી કે જે માણસ પેકેટની ડિલિવરી કરવા આવવાનો છે તે એક મુસ્લિમ છે. તો તેણે ઝોમેટોને ડિલિવરી બોય બદલવાનું કહયું.
ઝોમેટોએ આવું કરવાની ના પાડી તો તે વ્યક્તિએ તેનો ઓર્ડર કેન્સલ કરી દીધો. ઝોમેટોએ કેન્સલ ઓર્ડર પર રિફન્ડ આપવાની ના પાડી તો બંન્ને વચ્ચે સોશિયલ મીડિયા પર જ વિવાદ શરૂ થઇ ગયો.
અમિત શુક્લા નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરતા કહયું કે મેં હાલ ઝોમેટો પરથી મારો ઓર્ડર કેન્સલ કર્યો કારણ કે તેઓ એક બીનહિંદુને મારૂં જમવાનું લઇને મોકલતા હતાં. મેં ના પાડી તો પણ તેમણે ડિલિવરી બોય બદલવાની ના પાડી.
અમિતે જે સ્ક્રીન શોટ મુકયો છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે ફૈયાજ નામનો ડિલિવરી બોય અમિતનાં ઘરે ડિલિવરી આપવા જવાનો હતો. તેને મુસ્લિમ હોવાને કારણે ઘરે આવવાની ના કહી. ઝોમેટોના ફાઉન્ડર દીપેન્દ્ર ગોયલે પણ જવાબ આપ્યો હતો. ઝોમેટોએ લખ્યું કે ખાવાનો કોઇ ધર્મ હોતો નથી, ખાવાનું ખુદ એક ધર્મ છે. આ સિવાય દીપેન્દ્ર ગોયલે ટ્‌વટર પર લખ્યું કે અમે ભારતના વિચારો અને અમારા ગ્રાહકો-પાર્ટનરોની વિવિધતા પર ગર્વ કરીએ છીએ. અમારા આ મૂલ્યોના લીધે જો બિઝનેસને કોઇ રીતે નુકસાન થાય છે તો અમને તેના માટે દુઃખ થશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here