૮૦ ફૂટ ઊંડા કુવામાં શ્વાન પડ્યો, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ બચાવ્યો

0
439

વડોદરા,તા.૩૦
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં ૮૦ ફૂટ ઊંડા કુવામાં શ્વાન પડી ગયો હતો. કુવામાંથી શ્વાનના રડવાનો અવાજ આવતા આસપાસના લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. છાણી ફાયર બ્રિગેડની ટીમે એક કલાકની જહેમત બાદ રેસ્કયુ કરીને શ્વાનને સહીસલામત રીતે બહાર કાઢ્યો હતો.
છાણી ફાયર સ્ટેશનના ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, નિઝામપુરા વિસ્તારના સ્વામિનારાયણ નગરમાં આવેલા ૮૦ ફૂટ ઊંડા કુવામાં એક શ્વાન પડી ગયું હતું. આ શ્વાન કુવામાં કણસી રહયું હોવાનો કોલ અમને મળ્યો હતો. જેથી અમે તાત્કાલિક જરૂરી સાધન સમગ્રી લઇને સ્થળ પર પહોંચી ગયા હતા. કુવામાં નીચે ઉતરી શકાય તેમ ન હોવાથી રેસ્ક્યુ ટુલ્સ અને દોરડાથી શ્વાનને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ કુવામાં પડી ગયેલા શ્વાનને બચાવી લેવાયો હતો. શ્વાનને બચાવી લેવાતા સ્થાનિક લોકો ખુશ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here