‘મોબ લિન્ચિંગ’ વિરુદ્ધ મોદીને પત્ર લખતા અભિનેતાને મોતની ધમકી મળી

0
449

કોલકાતા,તા.૨૫
દેશમાં છાસવારે બની રહેલી મોબ લિન્ચિંગની ઘટનાથી વ્યથિત થઈને બોલીવૂડના કલાકારો, ઈતિહાસવિદ, સામાજીક કાર્યકરો સહિત ૪૯ મોટી હસ્તીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર બુધવારે લખ્યો હતો. આ પત્રમાં હસ્તાક્ષર કરનાર અભિનેતા કૌશિક સેને મોતની ધમકી મળી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. ગુરુવારે કોઈએ તેને કોલ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
કૌશિક સેને જણાવ્યું કે, આ મામલે પોલીસને જાણ કરવામાં આવી છે અને ધમકીભર્યો કોલ આવ્યો હતો તે નંબર પણ પોલીસને આપ્યો છે. કૌશિકે વધુમાં જણાવ્યું કે, ‘ગઈકાલે મને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો, કોલ કરનાર શખ્સે મને લિન્ચિંગ વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું બંધ નહીં કરું તો મારી નાંખવાની ધમકી ઉચ્ચારી હતી.’
સેનને મોતની ધમકી અંગે તપાસ ચાલુ હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મને આવા ફોનથી કોઈ ફરક પડતો નથી. મે પત્રમાં હસ્તાક્ષર કરનાર અન્ય હસ્તિઓને પણ આ મામલે જાણ કરી હતી તેમજ ધમકી આપનારનો નંબર પણ મોકલ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here