ઉન્નાવ,તા.૧૨
ઉન્નાવમાં એક મદ્રેસાના બાળકોને જય શ્રી રામ નહીં બોલતા તેમની મારપીટ કરવામાં આવી છે. આ ઘટનામાં અનેક બાળકો ઘવાયા છે. મદ્રેસાના લોકોએ આક્ષેપ કર્યો છે કે હુમલો કરનારા બજરંગ દળના લોકો હતા. હુમાલખોરોએ કેટલાક બાળકોની સાઇકલો પણ તોડી નાંખી છે. હાલ આ મામલે એફઆઇઆર દાખલ કરવામાં આવી રહી છે. પોલીસે ત્રણ ઘાયલ બાળકોની મેડિકલ તપાસ કરાવી છે અને ફેસબુક પ્રોફાઇલ મારફતે આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાકની ધરપકડ પણ કરવામાં આવી છે અને પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે.
અગાઉ ઉત્તર પ્રદેશના કાનપુરના બર્રા વિસ્તારમાં એક મુસ્લિમ કિશોર સાથે મારઝૂડની ઘટના સામે આવી હતી. કિશોરે આક્ષેપ કર્યો છે કે, તેણે ટોપી પહેરેલી હતી અને લોકોએ તેને જય શ્રી રામના નારા લગાવવા જણાવ્યું હતું. બર્રામાં વસવાટ કરનાર તાજ(૧૬) શુક્રવારે કિદવઇ નગર સ્થિત મસ્જિદમાથી નમાજ પઢીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ત્રણ-ચાર અજાણ્યા બાઇક સવાર લોકોએ તેને રોક્યો હતો અને તેણે પહેરેલી ટોપીનો વિરોધ કર્યો હતો.
ઝારખંડમાં મોટરસાઇકલ ચોરીની શંકામાં તબરેઝ નામના યુવકને બાંધીને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. સાથે બળજબરીપૂર્વક જય શ્રી રામ અને જય હનુમાનના નારા પણ લગાવડાવ્યા હતા. ટોળાએ માર મારીને તબરેઝને પોલીસને સોંપી દીધો હતો. પોલીસ કસ્ટડીમાં જ ઘાયલ તબરેઝનું મોત થયું હત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here