મોબ લિન્ચિંગથી બચવા માટે મુસ્લિમ અધિકારી પોતાનું નામ બદલવા માગે છે

0
217

ઇન્દોર,તા.૮
મધ્ય પ્રદેશના મુસ્લિમ સમાજના એક વરિષ્ઠ અધિકારી ફરીથી ચર્ચામાં છે કેમ કે તે એવું નામ શોધી રહ્યા છે જેનાથી તેઓ તેમની ઓળખ છૂપાવી શકે. નાયબ સચિવ સ્તરના અધિકારી નિયાઝ ખાને મોબ લિન્ચિંગ ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા ટ્‌વીટ કર્યું કે તેઓ પોતાની ઓળખ છૂપાવવા માટે નવા નામ શોધી રહ્યા છે.
નિયાઝે શનિવારે ટ્‌વીટ કરીને લખ્યું કે, મારું નવું નામ મને હિંસક ટોળાથી બચાવશે. જો મારી પાસે કોઇ ટોપી, કોઇ ઝભ્ભો અને કોઇ દાઢી નથી તો હું ટોળાને મારું ખોટું નામ બતાવીને સરળતાથી નીકળી શકું છું. જો કે મારો ભાઇ કોઇ પરંપરાગત કપડા પહેરે છે અને દાઢી રાખે છે તો એ ભયાનક સ્થિતિમાં છે.
નિયાઝે વધુ એક ટ્‌વીટ કરીને વિવિધ સંસ્થાઓ પર સવાલ ઉઠાવતા લખ્યું કેમ કે કોઇપણ સંસ્થા અમને બચાવવા માટે સક્ષમ નથી તેથી નામ બદલવું એ સારો વિકલ્પ છે. મારા સમુદાયના બોલીવુડ એક્ટરોએ પણ પોતાની ફિલ્મોની સુરક્ષા માટે એક નવું નામ શોધવાનું શરૂ કરવું જોઇએ. હવે તો ટોપ સ્ટાર્સની ફિલ્મો પણ ફ્લોપ થવા લાગી છે. તેમણે આનો અર્થ સમજવાની જરૂર છ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here