તિરુવનંતપુરમ્‌,તા.૩૦
ઈઝરાયલની કંપની માકા બ્રેવરીએ દારૂની બોટલ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો લગાવ્યો છે. જેના વિરોધમાં કેરળના મહાત્મા ગાંધી નેશનલ ફાઉન્ડેશનના ચેરમેન એબીજે જોસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી હતી. જોસે રવિવારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને પણ પત્ર લખ્યો હતો. તેમને લીકર કંપની અને તેના માલિક વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે.
ફરિયાદમાં લખવામાં આવ્યું કે, ઈઝરાયેલના તાફેન ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી બ્રેવરી કંપનીએ દારૂની બોટલો અને કેનો પર મહાત્મા ગાંધીના ફોટા છાપ્યા છે. આ ફોટો અમિત શિમોની નામના વ્યક્તિએ ડિઝાઈન કર્યો છે.
જોસે તેને દારૂ નિર્માતા કંપનીના ગેરવર્ણતૂક ગણાવી છે. તેમણે કહયું કે, ગાંધીજીની મજાક ઉડાવામાં આવી છે. અમિતની વેબસાઈટ ‘હિપસ્ટ્રોરી ડોટ કોમ’ પર ગાંધીજીના ફોટોને કુલિંગ ક્લાસ, ટી-શર્ટ અને ઓવરકોટ પર બતાવ્યા હતા.
ફાઉન્ડેશનના ચેરમેને મોદી અને નેતન્યાહૂને રાષ્ટ્રપિતાના ફોટોને દારૂની બોટલો અને વેબસાઈટ પરથી હટાવવા માટે તાત્કાલિક માગ કરી હતી. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે. દુનિયા તેમને અહિંસાનો પ્રેરણા સ્ત્રોત માને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here