અયોધ્યામાં હિન્દુઓએ કબ્રસ્તાન બનાવવા માટે મુસ્લિમોને જમીન દાનમાં આપી

0
328

ન્યુ દિલ્હી,તા.૨૬
અયોધ્યા હજી સુધી મંદિર-મસ્જિદના ઝઘડા માટે જ ચર્ચાઈ રહયું છે. પરંતુ અહીં હિન્દુ-મુસલમાનના ભાઈચારાનો એક એવો દાખલો બેસાડ્યો છે જેની ચારેય દિશાઓમાં સરાહના થઈ રહી છે. ગોંસાઈગંજના બેલવારીખાનના હિન્દુઓએ મુસ્લીમોને કબ્રસ્તાન બનાવવા માટે જમીન દાનમાં આપી છે. ભૂમિ દાન આપનારા રીપદાંદ મહારાજે જણાવ્યું કે ઘણા વર્ષોથી ગોંસાઈગંજ નગર અને આસપાસના મુસલમાન આ જમીન પર કબ્રસ્તાન બનાવવા ઈચ્છતા હતા. પરંતુ માલિકી હકના કારણે આ જમીન અત્યાર સુધી બે સમાજો વચ્ચેના વિવાદનું કારણ બની હતી.
સ્થાનિક સંત સૂર્ય કુમાર ઝિનકન મહારાજ અને અન્ય આઠ શેરધારકોએ આ વિવાદ પર હંમેશા માટે પૂર્ણવિરામ મુકી દેવા માટે ૨૦ જૂનના રોજ સવા વિઘાની જમીન માટેના નોંધણી પત્ર પર હસ્તાક્ષર કરી દીધા છે. તેમણે જણાવ્યું કે અમે લોકોએ અમારા પૂર્વજોને આપેલા વચનને નિભાવતા પોતાની માલિકી હકનો અંત લાવતા આ જમીન મુસ્લિમ કબ્રસ્તાન કમિટીના પક્ષમાં નોંધણી કરીને દાન પત્ર લખી આપ્યું છે.
આ જમીનને દાનમાં આપનાર અન્ય વ્યક્તિઓમાં રામ પ્રકાશ બબલૂ, રામ સિંગાર પાંડે, રામ શબદ, જિયા રામ, સુભાષ ચંદ્ર, રીતા દેવી, વિંધ્યાચલ અને અવધેશ પાંડે છે. આ વિવાદનો અંત લાવવાની દિશામાં મહત્વનું પગલું ભરનારા સ્થાનિક ભાજપ ધારાસભ્ય ખબ્બૂ તિવારીએ કહયું કે, ‘હિન્દુ-મુસલમાન વચ્ચેના ભાઈચારાની પરંપરા એ કોઈ નવી વાત નથી. આ હિન્દુઓના મનમાં મુસલમાનો માટે રહેલ પ્રેમભાવ અને લાગણીની ભાવનાનું એક નાનકડું ઉદાહરણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here