હરિયાણામાં ચાઉમીન ખાતા ત્રણ વર્ષના બાળકના ફેફસાં ફાટી ગયા

0
284

યમુનાનગર,તા.૨૪
ચાઇનીઝ ખાનારાઓ માટે આ સમાચાર ખાસ વાંચવા જેવા. જી હા હરિયાણાના યમુનાનગરમાં ૩ વર્ષના બાળકના ફેફસાં ચાઉમીન ખાવાથી ફાટી ગયા. ચાઉમીનમાં નંખાતી ચટણી ખાવાથી બાળક અચાનક જ બીમાર પડતા હોસ્પિટલ લઇ જવાયો હતો અને ત્યાં જઇ હકીકત જાણી પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું.
મળતી માહિતી પ્રમાણે ચાઉમીનની ચટણીમાં એસેટિક એસિડ હતો, તેના લીધે બાળકનું શરીર દાઝી ગયું હતું અને ફેફસાં ખરાબ થઇ ગયા. બાળકને જ્યારે દવાખાને લઇ જવાયો ત્યારે તેનું શરીર કાળુ પડી ચૂકયું હતું. તે સમયે તેનું બ્લડ પ્રેશર પણ લગભગ શૂન્ય હતું. ડાકટરે કહયું કે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. એક્સ-રે કરાવા પર બાળકના બંને ફેફસાં ફાટી ગયેલા દેખાયા હતા.
બાળકના પિતાનું કહેવું છે કે તેણે ચાઉમીનમાં નંખાતી ચટણી વધુ ખાઇ લીધી હતી. બાળકના પિતા મંજૂરના હાથ પર પણ સોસ પડતા હાથ દાઝી ગયો હતો.
આ અંગે ડાકટર્સનું કહેવું છે કે આ પ્રકારનો કિસ્સો પહેલી વખત સામે આવ્યો છે. ડાકટર્સના મતે એસેટિક એસિડના લીધે તેના આૅર્ગન અંદરથી બળી ચૂકયા હતા. ડોકટરે ઓપરેશન કર્યું ત્યારે સારવાર દરમ્યાન ત્રણ વખત તેના હાર્ટ એ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ૧૬ દિવસ સુધી વેન્ટીલેટર પર રાખ્યા બાદ હવે ધીમે-ધીમે તેની સ્થિતિમાં સુધારો થયો છે. બહુ મુશ્કેલથી બાળકનો જીવ બચાવી શકાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here