સુરત,તા.૨૩
ગુજરાતમાં નવસારીની કોર્ટે ચાઇના રહેતી એક વ્યક્તિની વિરુદ્ધમાં સમન્સ ઇસ્યુ કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં ભૂતકાળમાં એક અકસ્માત થયો હતો જેમાં પોલીસે ગુનો નોંધીને આઇપીસીની ૨૭૯ તથા ૩૦૪ટ્ઠ અને ૩૩૭ તથા ૩૩૮ની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
આ ગુનાનો આરોપી જીઓ મીન જયુ હગ ચાઈનાના વાજિદ ખાતે રહે છે તે ઘણા સમયથી કોર્ટમાં હાજર રહેતો નથી. આખરે નવસારી કોર્ટે સાહીદ જીઓ મીનના વિરોધમાં સમન્સ કાઢયું છે.
કોર્ટે કાઢેલા લેખિત સમન્સમાં જણાવ્યું છે કે, જૂન મહિનાની ૨૫મી તારીખે સવારે ૧૦ઃ૩૦ કલાકે સાહેદને કોર્ટમાં રજૂ કરવા તેમજ કોર્ટની રજા વગર ત્યાંથી બહાર નીકળવું નહીં. કોર્ટે પોલીસને ચાઇના જવા માટેનું સમન્સ કાઢીયા બાદ પોલીસ બેડામાં આ બાબતે ભારે ચર્ચા શરૂ થઇ છે.
નાના મોટા પોલીસ અધિકારીઓ એવી કોમેન્ટ કરી રહ્યા છે કે જે કોસ્ટેબલ કે પોલીસ કર્મચારીને ચાઈના જઈને સમજવાનો મોકો મળશે તે ઘણો નસીબદાર હશે કારણ કે, એ બહાને પણ તે વિદેશની સફર માણી શકશે. જેના જવાબમાં અને પોલીસ અધિકારીઓ કહે છે કે એ તો ઠીક છે પરંતુ ચાઇના જવા માટેની ફ્લાઇટનું ભાડું અને અન્ય ખર્ચો કોણ આપશે ત્યાં આરોપીને ભારતમાં પરત ફ્લાઈટમાં જ લાવવાનો ખર્ચો કોણ આપશે તે બાબત હજુ નક્કી થઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here