ઝારખંડ,તા.૨૪
ઝારખંડના ખરસાવન જિલ્લામાં ચોરીની આશંકામાં ભીડે એક મુસ્લિમ યુવકને વીજળીના થાંભલા સાથે બાંધી બેરહમીથી ફટકાર્યો. ત્યારબાદ સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેનું મોત થયું. એટલું જ નહીં ભીડે મુસ્લિમ યુવકને વારંવાર જય શ્રી રામના નારા પણ લગાવડાવ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના આધારે પોલીસે મામલાની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ૨૪ વર્ષીય તબરેઝ અંસારી જમશેદપુરથી પોતાના ગામે જઈ રહ્યો હતો. તે સમયે તેને ઘાતકીડીહ નામના ગામમાં ભીડે ચોરીની આશંકામાં ઘેરી લીધો. ચોરીનો આરોપ લગાવતાં લોકોએ તેને વીજળીના થાંભલાએ બાંધી દીધો અને ઢોર માર માર્યો. તબરેજ સાથે એક કલાક સુધી મારઝૂડ કરવામાં આવી. ત્યારબાદ ૧૮ જૂને તેને પોલીસ હવાલે કરી દેવાયો. કોર્ટે તબરેઝને કસ્ટડીમાં મોકલી દીધો. ૨૨ જૂને ખૂબ જ ખરાબ સ્થિતિમાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું.
ઘટના સાથે સંકળાયેલા અનેક વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં લોકો તેને ડંડાથી મારતા જોવા મળી રહ્યા છે અને યુવક દયાની ભીખ માંગી રહ્યો છે. બીજા એક વીડિયોમાં ભીડ તેને જય શ્રી રામ અને જય હનુમાન બોલવાનું કહી રહયું છે. મૃતક તબરેઝ અંસારી પુણેમાં વેલ્ડિંગનું કામ કરતો હતો. તે ખરસાવાં સ્થિત પોતાના ગામમાં ઈદ ઉજવવા આવ્યો હતો. થોડા દિવસ બાદ તેના લગ્ન પણ થવાના હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here