ન્યુ દિલ્હી,તા.૨૧
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર જ નહી પણ મેદાન બહાર પણ ક્રિકેટ લિજન્ડ અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના રેકોર્ડ તોડી રહ્યો છે.
વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયા પર સચિનને પાછળ પાડી દીધો છે અને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વાત એવી છે કે, ટ્વિટર પર કોહલીના ચાહકોની સંખ્યા ૩૦ મિલિયન એટલે કે ૩ કરોડને વટાવી ચુકી છે.
તેની સાથે જ કોહલીએ સચિનને પાછળ છોડયો છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિનના ટ્વિટર પર ૨૯.૪ મિલયન ફોલોઓર્સ છે. મહેન્દ્રસિંહ ધોનીના લગભગ ૮૦ લાખ ચાહકો છે.
સોશ્યલ મીડિયા પર કોહલી ખાસો સક્રિય જોવા મળતો હોય છે. તે અવાર નવાર પોતાની તસવીરો પણ શેર કરે છે. કોહલીએ ચાહકોની સંખ્યા ૩ કરોડને વટાવી જવા બદલ ચાહકોનો આભાર વ્યક્ત કરીને એક વિડિયો શેર કર્યો છે. આમ તો વિડિયો ઓસ્ટ્રેલિયા સામેની મેચનો છે. જેમાં ધોનીએ મારેલી દમદાર સિક્સર જોઈને કોહલી આશ્ચર્ય વ્યક્ત કર્યો દેખાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here