ન્યૂઝીલેન્ડ સરકાર લોકો પાસેથી હથિયાર પરત લઈ બદલામાં નાણાં આપશે

0
575

વેલિંગટન,તા.૨૦
ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં મસ્જિદ પર થયેલા હુમલા બાદ ત્યાંની સરકારે હથિયારો અંગે મોટો નિર્ણય લીધો છે. દેશમાં ઘાતક હથિયારો પર પ્રતિબંધ મૂકવાના ઉદ્દેશથી સરકારે બંદૂકોને પરત ખરીદવાની યોજના શરૂ કરી છે. જે મુજબ બંદૂકના બદલામાં લોકોને નાણાં આપવામાં આવશે. ગુરુવારે લાગુ કરાયેલી આ યોજના હેઠળ હવે હથિયાર રાખવા ગેર કાયદેસર ગણાશે.
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જૈસિન્ડા એર્ડર્ને ૧૫ માર્ચે થયેલા હુમલા બાદ ન્યૂઝીલેન્ડના હથિયાર કાયદાને કડક બનાવવાનો સંકલ્પ લીધો હતો અને તેમની સરકારે ત્રણ માહિનામાં ખૂબ જ ઝડપથી આ કાયદા પર કામ કર્યું.
લાઇસન્સ હથિયાર રાખનારા લોકોની પાસે હથિયાર જમા કરાવવા માટે છ માસનો સમય છે. નવી યોજના હેઠળ હથિયાર રાખવા ગેર કાયદેસર હશે અને સમય મર્યાદા દરમિયાન હથિયાર જમા કરાવનાર પર કોઇ કાર્યવાહી નહીં થાય. સમયમર્યાદા સમાપ્ત થતા પ્રતિબંધિત હથિયાર રાખનારાને પાંચ વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here