ન્યુયોર્ક,તા.૧૦
માર્વેલની ફિલ્મોમાં સુપરહિરો થોરનું પાત્ર નિભાવતા ક્રિસ હેમ્સવર્થની ફિલ્મ ‘મેન ઈન બ્લેકઃ ઈન્ટરનેશનલ’ ૧૪ જુને રિલીઝ થવાની છે તેને લઈ તે ચર્ચામાં છે. તેમજ ક્રિસ તેની પુત્રીના નામને લઈ પણ ખુબ જ ચર્ચામાં છે. ક્રિસે તેની પુત્રીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું છે.
એક ઈન્ટરવ્યૂમાં ક્રિસે પોતાની પુત્રીનું ‘ઈન્ડિયા’ નામ રાખવા પાછળનું કારણ જણાવ્યું હતું. તેમણે કહયું કે, ‘ઈન્ડિયા’ ’ નામ રાખવા પાછળનું કારણ મારી પત્ની એલ્સા પાતકી છે. ક્રિસે કહ્યું કે, મારી પત્નીએ ભારતમાં ઘણો સમય વિતાવ્યો છે અને તે જ કારણે અમે પુત્રીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું છે.જો કે, ક્રિસે આ દેશને તેના દિલમાં પણ એક વિશેષ સ્થાન આપ્યું છે. તેમણે કહયું કે, ભારતમાં શૂટિંગ કરવાનો તેમનો અનુભવ ડરામણો હતો, પરંતુ સાથે એટલો મજેદાર પણ હતો. વધુમાં કહયું કે, શૂટિંગ દરમિયાન તેમને રોકસ્ટાર જેવો અનુભવ થયો હતો.