વી.એસ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચેલી મહિલાને ૨ કલાક બેસાડી રાખી ડાક્ટરોએ સારવાર ન કરી

0
487

અમદાવાદ,તા.૯
તાજેતરમાં જ વી.એસ હોસ્પિટલની એક નર્સે માસૂમ બાળકના હાથનો અંગૂઠો કાપી નાખ્યો હતો. બાદમાં નર્સ ફરાર થઇ ગઇ હતી. ત્યારે વધુ એક કિસ્સો સામે આ્વ્યો છે. જેમાં પેટના દુઃખાવાથી પીડિત જુહાપુરાની મહિલાને હોસ્પિટલના ડોક્ટરોએ સારવાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ડોક્ટરોએ ફાઈલ ફેંકીને અહીંયા ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવે તેવું કહયું હોવાનું પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.
જુહાપુરામાં રહેતી એક મહિલા પેટની સારવાર અર્થે હોસ્પિટલમાં આવી હતી જ્યાં તેને બે કલાક બેસાડી રાખ્યા બાદ પણ ડોક્ટરોએ કોઇ ટ્રીટમેન્ટ આપી ન હતી. મહિલાના પેટનો દુઃખાવો વધી જતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. મહિલાના પરિવારજનોએ વી.એસના ડોક્ટરોની બેદરકારીનો વિરોધ કરતાં હોસ્પિટલમાં ઉગ્ર વાતાવરણ થયું હતું. સાથે જ પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, મહિલાની ફાઇલ ફેંકી દઈ કહેવામાં આવ્યું કે, અહીં ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here