મૃત યુવકને દફનવિધિ માટે લઇ જતા સમયે જીવિત થયો

0
451

પાલનપુર,તા.૧૦
પાલનપુર શહેરના જનતાનગરમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં નદીમભાઈ યાકુબભાઈ નાગોરીને લુ લાગતાં મહાજન હોસ્પિટલમાં દાખલ કરેલા હતા. જ્યાં રવિવારે સવારે ૮ કલાકે તેમનું મોત નિપજતાં પરિવારજનો તેમના મૃતદેહને ઘરે લઈ ગયા હતા. જ્યાં સ્નાન સહિતની વિધિ પતાવી જનાજામાં દફનવિધિ માટે કબ્રસ્તાનમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે માર્ગમાં આવતી મસ્જિદમાં મૌલવી દ્વારા જનાજાની નમાજ અદા કરવામાં આવી હતી. તે દરમિયાન મૃતક યુવકના શ્વાસ શરૂ થતાં મૈયતમાં આવેલા લોકોએ તેને જનાજા સાથે જ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો. જો કે, તબીબે યુવકને મૃત જાહેર કરતાં તેની દફનવિધિ કરવામાં આવી હતી.
પરિવારજનોએ મહાજન હોસ્પિટલના ડોક્ટરો પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મહાજન હોસ્પિટલના ડોક્ટરોએ અમારા દીકરાને સવારે આઠ વાગે મૃત જાહેર કરી દીધો હતો. ડો. આઈ. બી. ખાને જણાવ્યું હતું કે બપોરના ૧૨ વાગ્યા સુધી યુવક જીવતો હતો. જે બાદ તેનું મોત થયું હતું. આ સમગ્ર મામલે હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલકોએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here