આણંદ,તા.૨૭
આણંદમાં આઈએસઆઈનો માર્કો ધરાવતી બ્રાન્ડેડ કંપનીની મિનરલ પાણીની શીલબંધ બોટલમાંથી મરેલી ગરોળી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
મિનરલ પાણીની બોટલમાં મરેલી ગરોળી મળી આવી છે ત્યારે ૨૦ રુપિયા પ્રતી બોટલનાં ભાવે મળતી પીવાનાં મિનરલ વોટરની બોટલોની શુધ્ધતા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. મીનરલ વોટરની શીલબંધ બોટલમાં સ્પષ્ટ રુપે મરેલી ગરોળી નિહાળી શકાય છે. ત્યારે મીનરલ વોટર બનાવતી કંપનીઓનીં પ્લાન્ટની શુદ્ધતા સામે પણ આંગળી ઉઠી છે.
આણંદની બોરસદ ચોકડી નજીક રહેતા યોગેશભાઈ સાંજે નજીકમાં આવેલા પ્રોવીઝન સ્ટોરમાંથી પોતાનાં બાળકો માટે મિનરલ વોટરની બોટલ લઈ ગયા હતા. પરંતુ બાળકોને બોટલ આપતા પહેલા તેઓએ બોટલની ચકાસણી કરતા સીલબંધ પાણીની બોટલમાં મરેલી ગરોળી જોતા તેઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલીક આ બોટલ લઈને પ્રોવીઝન સ્ટોરનાં સંચાલકને બતાવતા પ્રોવીજન સ્ટોરનાં સંચાલકએ પણ આ બોટલનાં ફોટા પાડીને કંપનીમાં જાણ કરી હતી તેમજ તમામ બોટલો કંપનીમાં પરત કરી દીધી હતી.
જો આ બોટલનું પાણી બાળકો પી ગયા હોત તો તેઓ માટે આ પાણી જીવલેણ નિવડે તેમ હતું, અને જો બાળકો સાથે કોઈ અનહોની સર્જાઈ હોત તો જવાબદારી કોની તેવો સવાલ ઉભો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here