મુંબઇ,તા.૨૬
લોકસભા ચૂંટણી ૨૦૧૯માં મોદી સરકારે જબરદસ્ત જીત પ્રાપ્ત કરી છે. પરંતુ સરકારનો બીજો કાર્યકાળ હાલ શરૂ પણ નથી થયોને દેશના અમુક ક્ષેત્રોથી ગૌરક્ષકોની હિંસાના વીડિયો સામે આવા લાગ્યા છે. એવો જ એક વીડિયો સેક્રેડ ગેમ્સની સ્ટાર કુબ્રા સૈતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કુબ્રાએ મધ્યપ્રદેશના સિવનીમાં ગૌરક્ષાના નામે ગૌરક્ષકોની દાદાગીરીનો એક વીડિયો શેર કર્યો છે.
તેને ટ્‌વીટર પર આ વીડિયોને શેર કરતા લખ્યું કે,‘હું નિશબ્દ છું. આ બધું બંધ થવું જાઈએ. હું આ જોઈને હેરાન અને પરેશાન છું. જો આપણે ટ્‌વીટર પર અલ્પસંખ્યક છીએ, લિબરલ છીએ અને ભારતની ગવર્નેંસમાં આપણા રોલને નકારવામાં આવે છે તો આ હુમલાખોરો પણ અલ્પસંખ્યક છે જે દેશને પોતાના વલણથી કમજોર કરી દેશે. કોઈએ આ મામલે કંઈક કરવું જાઈએ.’
મીડિયા રિપોર્ટ મુજબ આ વીડિયો સિવનીના ડૂંડા ક્ષેત્રનો છે. સ્વયંભૂ ગૌરક્ષકોએ એક ઓટો રીક્ષામાં શંકાસ્પદ માંસ મળવાની માહિતી પર ત્રણ લોકોને પકડ્યા અને તેમની સાથે મારપીટ કરી. જો કે આ મામલે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here