અમદાવાદ . તારીખ-૨૬/૫/૨૦૧૯
આજ રોજ અલ્પસંખ્યક અધિકાર મંચ, હમારી આવાજ હમારા અધિકાર, બુધન થિયેટર, DNT અધિકાર મંચ, સ્ટુડન્ટ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન તથા અમદાવાદ મુસ્લિમ યુથ દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આચરવામાં આવેલ ભ્રષ્ટાચારને કારણે તારીખ-૨૪/૫/૨૦૧૯ ના રોજ તક્ષશિલા આર્કેડ, સુરત ખાતે ૨૩ બાળકોના મોત નીપજેલ હોઈ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, મ્યુની. કમિશ્નર સહીત તમામ જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ નોંધવા અંગે DGP (પોલીસ મહાનિદેશક) ઓફીસ ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સુરત જીલ્લામાં આવેલ સરથાણા જકાતનાકા પર તક્ષશિલા આર્કેડ આખે આખું ગેરકાયદે બનાવી ઈમ્પેક્ટ ફી યોજનામાં મંજુર કરાવવામાં આવ્યું હતું. તક્ષશિલા આર્કેડના ટેરેસ ઉપર ધરાર ગેરકાયદેસર ડોમ બનાવીને ખાનગી ટ્યુશન ક્લાસ શરુ કરાયા હતા. ડોમની ઉંચાઈ માંડ પાંચ-છ ફૂટ હોવાથી વિધાર્થીઓને બેસવા માટે ગાદલા મુકવામાં આવ્યા હતા. આ બિલ્ડીંગ કોમર્શીયલ હોવા છતાં ફાયર સેફટીના કોઈપણ જાતના સાધનો નહોતા તેમજ આ બિલ્ડીંગનો કોઈપણ જાતનો પ્લાન મુકવામાં આવેલ નહિ આ ઈમારત ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ હતી જેને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વરાછા ઝોન દ્વારા સને-૨૦૧૧ માં ભ્રષ્ટાચાર આચરીને માન્યતા આપવામાં આવી હતી. વરાછા ઝોનના જે તે સમયના ઈજનેરોના મેળાપીપણામાં આ મિલકતની ઈમ્પેક્ટ ફી મંજુર કરાવી હતી. તથા ફાયર સેફટીની પણ કોઈપણ જાતની તપાસ કે તકેદારી રાખવામાં આવેલ નહિ.
તારીખ-૨૪/૫/૨૦૧૯ના રોજ તક્ષશિલા આર્કેડમાં ચોથા માળે ટેરેસ ઉપર આગ લાગતા ખાનગી ટ્યુશન ક્લાસમાં ૨૩ નિર્દોષ બાળકો મૃત્યુ પામ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને અમારું ચોક્કસ માનવું છે કે આ ઘટના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર ને કારણે બનેલ હોઈ તેની સમગ્ર જવાબદારી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બને છે. જેથી અમો અલ્પસંખ્યક અધિકાર મંચ તેમજ સમગ્ર ગુજરાતના અલગ અલગ માનવ અધિકાર સંગઠનો, કર્મશીલો દ્વારા નીચે મુજબ માંગણીઓ કરવામાં આવે છે જેમાં..
૧. આ સમગ્ર ઘટના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓના મેળાપીપણાને કારણે બનેલ હોઈ જે તે અધિકારીઓ સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.
૨. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રજાના પ્રતિનિધિ હોઈ તેમજ સમગ્ર શહેરના નાગરિકોની સુખાકારી અને કલ્યાણની જવાબદારી તેમની હોવા છતાં તેમની દેખરેખ હેઠળ આ ભ્રષ્ટાચાર આચરીને ખોટી રીતે બિલ્ડીંગની પરવાનગી આપેલ હોઈ તેમની સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.
૩. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીને કારણે ૨૩ બાળકો મૃત્યુ પામેલ હોઈ સુરતના મ્યુનિસિપલ કમિશ્નર સહીત જે તે જવાબદારી અધિકારીઓની સામે આગળથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેમજ તેની સામે તપાસ હાથ ધરવામાં આવે.
૪. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સેફટી વિભાગના કર્મચારીઓ દ્વારા પણ આગથી બચાવવા માટે કોઈપણ જાતના સાધનો નાં હોઈ તેની પણ તપાસ કરવામાં આવે તથા ફાયર સેફટીના અધિકારીઓ ઉપર પણ ફરજ પ્રત્યે બેદરકારી દાખવવા બદલ ફરિયાદ નોંધી કાયદેસરના પગલા ભરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here