સુરત,તા.૨૫
સુરતના સરથાણા જકાતનાકા પાસે થયેલી ભયંકર આગની ઘટના બાદ ઇજાગ્રસ્તોને સુરતની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનામાં ઘણાં બાળકો ગંભીર રીતે દાઝ્યાં હતા તો કેટલાક બાળકો ઉપરથી કુદતી વખતે ઘાયલ થયા હતા.
દુર્ઘટના બાદ સોશિયલ મીડિયામાં રક્તદાન માટે અપીલ થઇ હતી જેની અસર હોસ્પિટલમાં દેખાઇ હતી. પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને રોજા તોડીને બાળકો માટે રક્તદાન કર્યું હતું અને સુરતમાં હિન્દુ-મુસ્લિમ એકતાની અનોખી મિસાલ રજૂ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ કેટલાક મુસ્લિમ બિરાદરો શુક્રવારની નમાઝ અદા કરીને તરત હોસ્પિટલ પહોંચ્યા હતા અને રોજા તોડીને તરત રક્તદાન કરવા માટે તૈયાર થયા હતા. ક્રિકેટર યુસુફ પઠાણે પણ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને અપીલ કરી હતી કે ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મદદ કરવામાં આવે.
દુર્ધટનાની જાણ થતાં સોશિયલ મીડિયામાં અપીલ કરવામાં આવી હતી કે આ બાળકોને બચાવવાં માટે લોહીની જરૂર છે અને તેથી તરત શહેરીજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ તરફ દોડ્યા હતા અને રક્તદાન કરવા માટે લાઇનો લગાવી હતી. સ્થિતિ એ હદ સુધી પહોંચી ગઇ કે ડોક્ટરોએ કહેવું પડ્યું કે અમારી પાસે સ્ટોરેજ કરવા માટે સાધનોની કમી છે અને તેથી ભીડ ઓછી કરવા વિનંતી કરવી પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here